અયોધ્યા: રામ મંદિરના નિર્માણ માટે જોરદાર તૈયારી શરુ થઈ ગઈ છે. ચર્ચા છે કે તેના માટે 100 કરોડ રુપિયાનું બજેટ રાખવામાં આવ્યું છે. મંદિર નિર્માણ માટે 60 કરોડ લોકોનો સંપર્ક કરીને પૈસા એકત્ર કરવાનું કામ ઝડપથી ચાલી રહ્યું છે. શ્રી રામ જન્મ ભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના આ અભિયાનને સફળ બનાવવા માટે વીએચપી અને સંઘ પરિવારના તમામ મુખ્ય સંગઠનોને જોડવામાં આવી રહ્યા છે.
રામ મંદિર બનાવવા માટે 100 કરોડ રુપિયાનું બજેટ રાખવામાં આવ્યું, સમગ્ર દેશમાંથી દાન ઉઘરાવવા કવાયત શરુ
10 રુપિયા, 100 રુપિયા અને એક હજાર રુપિયાની કૂપનો પણ છપાવીને તૈયાર રખાઈ છે, જે ધન સંગ્રસ સમિતિના પ્રમુખોને 15 જાન્યુઆરી સુધી વહેચી દેવાશે
- એવું પણ કહેવાઈ રહ્યું છે કે સંઘ પરિવારના લગભગ 10 હજાર કાર્યકર્તાઓ આ અભિયાન સાથે જોડાશે. ભાજપના મંત્રી કમલેશ શ્રીવાસ્તવના જણાવ્યા અનુસાર, આ અભિયાનમાં આજની યુવા પેઢીને રામ મંદિર આંદોલનની ગાથાની જાણકારી આપવા માટે પત્રકો સાથે રામ મંદિરના મોડેલનું ચિત્ર પણ સોંપવામાં આવશે. તેની સાથે સમર્પિત કાર્યકર્તાઓનું જન સંગ્રહનું કામ પણ પૂર્ણ થશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.