પીએમ મોદીના આયોજન વગરના લોકડાઉનથી કરોડો જિંદગીઓ બરબાદ થઈઃ રાહુલ ગાંધી

ભારતમાં કોરોનાના કેસ એક કરોડને પાર થઈ ગયા છે ત્યારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધીએ ફરી સોશ્યલ મીડિયા થકી કેન્દ્ર સરકારની આકરી ટીકા કરી છે.

રાહુલ ગાંધીએ ટ્વિટ કરીને કહ્યુ હતુ કે, કોરોના સંક્રમણના કેસ એક કરોડ પર પહોંચી ચુક્યા છે અને લગભગ દોઢ લાખ લોકોના મોત થઈ ચુક્યા છે ત્યારે કોઈ પણ યોજના બનાવ્યા વગર લાગુ કરાયેલા લોકડાઉનથી કોરોનાની લડાઈ 21 દિવસમાં જીતવાના પીએમ મોદીના દાવા ખોટા સાબિત થયા છે.પીએમ મોદીએ કોરોના સામે જીતવાની વાત કરી હતી પણ લોકડાઉનના કારણે દેશમાં કરોડો લોકોની જિંદગી બરબાદ થઈ ગઈ છે.

ભારતમાં આજે કોરોના કેસનો આંકડો એક કરોડને પાર થઈ ચુક્યો છે.જોકે સાજા થયેલા લોકોની સંખ્યા પણ 95.50 લાખ સુધી પહોચી છે.રાહુલ ગાંધી પહેલેથી જ મોદી સરકારે લાગુ કરેલા લોકડાઉનના ટીકાકાર રહ્યા છે.બે મહિના સુધી લોકડાઉન લાગુ રહ્યા બાદ પહેલેથી મંદી તરફ ધકેલાઈ રહેલા અર્થતંત્રની સ્થિતિ અત્યારે સાવ ખરાબ થઈ ચુકી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.