પંજાબના મુખ્યમંત્રી કેપ્ટન અમરિન્દર સિંહના સત્તાવાર ટ્વિટર એકાઉન્ટ પર આની માહિતી આપવામાં આવી છે. એમાં લખવામાં આવ્યું છે કે, મારી સરકાર તરફથી બીજા તબક્કા હેઠળ સરકારી શાળાઓમાં ધોરણ 12માં ભણતા તમામ 80,000 વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપવામાં આવશે
.કોરોનાને લીધે હાલ સ્કૂલ કોલેજો બંધ છે એવામાં બાળકોના ભણતરને લઇને વાલીઓની ચિંતામાં વધારો થઇ રહ્યો છે. એવામાં ઘણી શાળાઓ ઓનલાઇન શિક્ષણ ચાલુ કર્યું છે અને પોતાની રીતે બાળકોને ભણાવી રહ્યા છે. આ દરમિયાન પંજાબની અમરિંદર સિંહ સરકારે સ્માર્ટ કનેક્ટ યોજનાના બીજા તબક્કાનો આરંભ કરાવ્યો છે. આ યોજના અનુસાર સરકારી શાળામાં ભણતા 12મા ધોરણના 80,000 વિદ્યાર્થીઓને સ્માર્ટફોન આપવામાં આવશે.
પંજાબ સરકારના 12મા ધોરણના 1,75,443 વિદ્યાર્થીઓમાંથી 1,30,000 વિદ્યાર્થીઓને મોબાઇલ વિતરણ કરવામાં આવ્યા છે. બાકીના વિદ્યાર્થીઓને વહેલી તકે વિતરણ કરવામાં આવશે. આ પ્રસંગે પંજાબના મુખ્યમંત્રીએ સરકારી શાળા મોહાલી સ્કૂલના ધોરણ 12 ના વિદ્યાર્થીઓ સાથે પણ વાતચીત કરી હતી. પંજાબના મુખ્યમંત્રી ઓફિસના જણાવ્યા અનુસાર, બાકીના વિદ્યાર્થીઓને ડિસેમ્બરના અંત સુધીમાં ફોનનું વિતરણ કરવામાં આવશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.