પંજાબમાં ડ્રગની હેરફેર માટે રોજ 35ની ધરપકડ થાય છે, ડ્રગ નાબૂદીના વચન સાથે અમરેન્દ્ર સત્તા પર આવેલા

પંજાબમાં ડ્રગની ગેરકાયદે હેરફેર માટે રોજ સરેરાશ 35 યુવાનોની ધરપકડ થતી હોવાની ચોંકાવનારી માહિતી મળી હતી.

હાલની અમરેન્દ્ર સરકાર ડ્રગ નાબૂદ કરીશું એવું વચન આપીને સત્તા પર આવી હતી. પરંતુ પોલીસ વર્તુળોના કહેવા મુજબ વધુ ને વધુ યુવાનો ડ્રગના બંધાણી બની રહ્ય ાહતા અને ગેરકાયદે ડ્રગની હેરફેરના કિસ્સા રોજના થઇ પડ્યા હતા.

જિલ્લા પોલીસ અને ડ્રગ માફિયાઓને પકડવા રચાયેલી સ્પેશિયલ ટાસ્ક ફોર્સ વચ્ચે વણલખી હરીફાઇ ચાલી રહી હતી અને રોજ ડઝનબંધ ડ્રગ માફિયા ઝડપાતા હતા. કરોડો રૂપિયાની ડ્રગ પંજાબની પાકિસ્તાન તરફની બોર્ડર તરફથી ગેરકાયદે રીતે આવતી રહી હતી.

2020ના વર્ષને ભલે મિડિયા સ્લો યર ગણાવે અને કોરોનાના પગલે લૉકડાઉન થવાથી ડ્રગની હેરફેર ઘટી રહી હોવાના દાવા થયા હોય, આ વર્ષમાં અત્યાર સુધીમાં નવ હજાર ડ્રગ કેરિયર ઝડપાયા હતા. ડ્રગ છોડાવવા પ્રયાસ કરી રહેલા તબીબી કેન્દ્રો પર ધસારો જોવા જેવો હોય છે. કર્ફ્યૂના પગલે કેટલોક સમય ડ્રગની હેરફેર અટકી હતી. પરંતુ ત્યારબાદ ફરી એમાં વેગ આવ્યો હતો એમ પોલીસ સૂત્રોએ કહ્યું હતું.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.