અમિત શાહ રવિવારે પોતાના બીજા દિવસની શરૂઆત સવારે 11 વાગ્યે વિશ્વ ભારતી વિશ્વવિદ્યાલય, શાંતિ નિકેતનથી કરશે. અમિત શાહ શાંતિ નિકેતનના રવીન્દ્ર ભવનમાં ગુરૂ રવિન્દ્રનાથ ટાગોરને શ્રદ્ધાંજલિ અર્પિત કરશે. ત્યારબાદ તેઓ વિશ્વવિદ્યાલયના સંગીત ભવન જશે અને બપોરે 12 વાગ્યે બાંગ્લાદેશ ભવન સભાગૃહમાં સંબોધન કરશે.
શનિવારે મિદનાપુરમાં રેલીને સંબોધિત કરતા અમિત શાહે વિપક્ષ ઉપર નિશાન સાધ્યું હતું. તેમણે કહ્યું હતું કે બધી પાર્ટીઓમાંથી સારા લોકો આજે બીજેપીમાં આવ્યા છે.
રેલીને સંબોધિત કરતા તેમણે વધુમાં જણાવ્યું હતું કે, શુંભેદુભાઈના નેતૃત્વમાં કોંગ્રેસ, તૃણમૂલ, સીપીએમ દરેક પાર્ટીમાંથી સારા લોકો આજે ભાજપમાં નરેન્દ્ર મોદીના નેતૃત્વમાં કામ કરવા માટે ભાજપ સાથે જોડાયા છે.
હું બંગાળના યુવાનોને પૂછવા માંગું છું કે તમારો શું દોષ છે? બંગાળમાં વિકાસ કેમ થયો નથી. હું બંગાળના ખેડૂતોને પૂછવા માંગું છું કે પીએમ મોદી દ્વારા મોકલાવમાં આવી રહેલા વાર્ષિક 6000 રૂપિયા શું તમને મળ્યા છે?
કોલકાતાઃ પશ્ચિમ બંગાળ (West Bengal)માં આવતા વર્ષે યોજાનારી વિધાનસભા ચૂંટણી (Assembly Election 2021)ની તૈયારીનું નિરીક્ષણ કરવા માટે બે દિવસના પ્રવાસ પર કેન્દ્રીય ગૃહ મંત્રી અમિત શાહ (Home Minister Amit Shah) કોલકાતામાં છે. અમિત શાહના પશ્ચિમ બંગાળ પ્રવાસનો આજે બીજો દિવસ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.