સુરતમાં વાહન ચાલકોનેડરાવી ધમકાવીને લાંચની માંગણી કરતા જહાંગીરપુરના હેડ કોન્સ્ટેબલ અને 2 ખાનગી માણસોને ACBના અધિકારીઓએ ઝડપી લીધા

સુરતમાં વાહન ચાલકોને ડરાવી ધમકાવીને લાંચની માગણી કરતા જહાંગીરપુરાના હેડ કોસ્ટેબલ અને 2 ખાનગી માણસોને ACBના અધિકારીઓએ ઝડપી લીધા હતા.

રિપોર્ટ અનુસાર સુરતના જહાંગીરપુરા પોલીસ સ્ટેશનના હદ વિસ્તારમાં આવતા વરીયાવી ચેક પોસ્ટ પર જહાંગીરપુરા પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા એક પોલીસ કોન્સ્ટેબલે એક ટેમ્પા ચાલકને અટકાવ્યો હતો.

ત્યારબાદ કોન્સ્ટેબલે ટેમ્પાના ડ્રાઈવરને ધમકાવ્યો હતો કે, તે શહેરમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરે છે. જેના કારણે મોટો દંડ ભરવો પડશે અને જો દંડ ન ભરવો હોય તો તમારે હપ્તા આપવા પડશે.

હપ્તો આપવાનું કહીને પોલીસકર્મીએ ટેમ્પાના ડ્રાઈવરના પોતાની ખાખીનો ડર બતાવીને 12 હજાર રૂપિયાની માગણી કરી હતી. તે સમયે આ ટેમ્પા ચાલકની પાસે 8 હજાર રૂપિયા હોવાના કારણે તેને પોલીસ કોન્સ્ટેબલને 8 હજાર રૂપિયા આપ્યા હતા. આ ઉપરાંત કોન્સ્ટેબલે 4 હજાર રૂપિયા બીજા દિવસે આપવા માટે જણાવ્યું હતું.

ટેમ્પા ચાલકે પૈસા કોન્સ્ટેબલના સાગરિતને આપતાની સાથે જ ACBના અધિકારીઓએ તેની ધરપડક કરી લીધી હતી અને હપ્તાની માગણી કરતા કોન્સ્ટેબલને પણ પકડી લીધો હતો. ACBએ કોન્સ્ટેબલ અને તેના બે સાગરિતોની ધરપડક કરીની તેની સામે ગુનો નોંધીને આગળની કાર્યવાહી શરૂ કરી છે.

મહત્ત્વની વાત છે કે, સુરતમાં અગાઉ સરકારી કર્મચારી, પોલીસકર્મી અને ટ્રાફિકકર્મીઓ પણ લાંચ લેતા પોલીસના હાથ પકડાઈ ચૂક્યા છે. ત્યારે હવે એક કોન્સ્ટેબલ અને તેના બે સાગરિત લાંચ લેતા પકડાતા પોલીસ બેડામાં પણ ફફડાટ ફેલાયો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.