ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં રાત્રી કરફ્યુ લગાવવામાં નહી આવે

ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રમાં કોરોના પર કાબૂ મેળવવા માટે મોટા શહેરોમાં સરકારે રાતના નવથી સવારના સાત સુધી કરફ્યુ રાખ્યો છે ત્યારે ગુજરાતના પાડોશી રાજ્ય મહારાષ્ટ્રે કોરોનાને કાબૂમાં કરવા માટે રાત્રી કરફ્યુ કે લોકડાઉન લગાવવાનો ઈનકાર કરી દીધો છે.

મહારાષ્ટ્રના મુખ્યમંત્રી ઉધ્ધવ ઠાકરેએ કહ્યુ હતુ કે, રાજ્યમાં લોકોએ આગામી 6 મહિના સુધી ફરજિયાત પણે માસ્ક પહેરવો પડશે.જોકે હું લોકડાઉન કે રાત્રી કરફ્યુના પક્ષમાં નથી.મહારાષ્ટ્રમાં વધુ એક લોકડાઉન લાગુ કરવામાં નહી આવે.રાજ્યમાં કોરોના વાયરસની સ્થિતિ નિયત્રંણમાં આવી રહી છે.

ઠાકરેએ કહ્યુ હતુ કે, જાણકારો ફરી રાત્રી કરફ્યુ અને લોકડાઉનની તરફેણ કરીર હ્યા છે પણ હું લોકડાઉન કે કરફ્યુના પક્ષમાં નથી.રાજ્યમાં પૂરી રીતે કોરોના વાયરસ પર લગામ નથી લાગી પણ સ્થિતિ નિયંત્રણમાં આવી રહી છે.આગામી 6 મહિના સુધી લોકોએ સાર્વજનિક સ્થળોએ માસ્ક પહેરવાની આદત પાડી રાખવી પડશે.

મહારાષ્ટ્રમાં છેલ્લા 24 કલાકમાં કોરોના વાયરસના નવા 3900 જેટલા કેસ સામે આવ્યા છે.રાજ્યમાં અત્યાર સુધીમાં 18.92 લાખ લોકો કોરોનાથી સંક્રમિત થઈ ચુકયા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.