નેપાળના વડા પ્રધાન કે પી શર્મા ઓલીએ રવિવારે અચાનક કેબિનેટ મીટિંગ બોલાવીને સંસદ ભંગ કરવાનો નિર્ણય લીધો છે. પીએમ કે પી શર્મા ઓલી સવારે જ કેબિનેટની ભલામણને લઈને રાષ્ટ્રપતિની પાસે પહોંચેલા જેમાં સંસદને ભંગ કરવાની વાત કરવામાં આવી છે.
નેપાળના ઉર્જા મંત્રી બર્સમાન પુને જણાવ્યુ કે પીએમ કે પી શર્મા ઓલી તરફથી બોલાવવામાં આવેલી એક તાત્કાલિક બેઠકમાં કેબિનેટે સંસદને ભંગ કરવાની ભલામણ કરી. ભલામણને રાષ્ટ્રપતિ પાસે મોકલવામાં આવી છે. સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીએ કે પી શર્મા ઓલીના નિર્ણયનો વિરોધ કર્યો છે.
અગાઉ પીએમ ઓલી પર બંધારણીય પરિષદ અધિનિયમ સાથે સંબંધિત એક બિલને પાછુ લેવાનુ દબાણ હતુ, જેને તેમણે મંગળવારે જારી કર્યુ હતુ અને રાષ્ટ્રપતિ વિદ્યા દેવી ભંડારીએ એક કલાકની અંદર મંજૂરી આપી દીધી હતી. અધિનિયમ તેમણે પૂર્ણ કોરમ વિના ત્રણ સદસ્યોની ઉપસ્થિતિમાં બેઠક બોલાવવા અને નિર્ણય લેવાનો અધિકાર આપે છે.
કે પી શર્મા ઓલીની પાર્ટીએ કર્યો વિરોધ
સત્તારૂઢ નેપાળ કમ્યુનિસ્ટ પાર્ટીના પ્રવક્તા નારાયણજી શ્રેષ્ઠે કહ્યુ કે આ નિર્ણય ઉતાવળમાં કરવામાં આવ્યો છે કેમ કે આજે સવારે કેબિનેટની બેઠકમાં તમામ
મંત્રી ઉપસ્થિત નહોતા. આ લોકતાંત્રિક માનદંડો વિરૂદ્ધ છે અને રાષ્ટ્રને પાછળ લઈ જશે. આને લાગુ કરી શકાશે નહીં.
નેપાળમાં આ રાજકીય ઘટનાક્રમ ત્યારે સામે આવ્યો છે જ્યારે તાજેતરમાં નેપાળી કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે ઓલી સરકાર દેશમાં રાજતંત્રવાદીઓનું સમર્થન કરી રહ્યા છે. નેપાળની મુખ્ય વિપક્ષી પાર્ટી નેપાળી કોંગ્રેસે આરોપ લગાવ્યો હતો કે કે પી શર્મા ઓલી સરકાર દેશના વિભિન્ન ભાગોમાં રાજશાહી સમર્થક રેલીઓને રણનીતિક રીતે સપોર્ટ કરી રહ્યા છે. આ રેલીઓમાં બંધારણીય રાજતંત્રને ફરી શરૂ કરવા અને દેશને હિંદુ રાષ્ટ્ર તરીકે ફરીથી સ્થાપિત કરવાની માગ કરવામાં આવી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.