વધુ એક સરકારી કંપની શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયાને સરકારે વેચવા કાઢી

ડિસ ઈન્વેસ્ટમેન્ટની પ્રક્રિયાને આગળ વધારવાના ભાગરુપે હવે સરકારે વધુ એક સરકારી કંપની વેચવાનુ નક્કી કર્યુ છે.

મળતી વિગતો પ્રમાણે સરકાર દ્વારા શિપિંગ કોર્પોરેશન ઓફ ઈન્ડિયામાં પોતાનો તમામ 63 ટકા હિસ્સો વેચવાની યોજના બનાવાઈ છે અને આ માટે બોલી લગાવવા માટે તૈયારી કરવામાં આવી છે.રસ ધરાવતી કંપનીઓ પાસે સરકારે અરજીઓ મંગાવી છે અને આ માટે ફેબ્રુઆરીના મધ્ય સુધીની સમયમર્યાદા નક્કી કરવામાં આવી છે.આ જ વર્ષમાં કંપનીના વેચાણની પક્રિયા પૂરી કરી કરવાનુ લક્ષ્ય રાખવામાં આવ્યુ છે.

દરમિયાન કંપનીનો શેર શુક્રવારે સ્ટોક એક્સેજેન્ટમાં 3.33 ટકાના વધારા સાથે 86.55 રુપિયાના ભાવે બંધ થયો હતો.હાલના બજારભાવ પ્રમાણે સરકારની આ કંપનીમાં હિસ્સેદારી 2500 કરોડ રુપિયા થવા જાય છે.મંત્રીમંડળની આર્થિક બાબતોની સમિતિએ ગયા વર્ષે જ કંપનીમાં સરકારની હિસ્સેદારી વેચવા માટે મંજૂરી આપી હતી.જોકે કોવિડની મહામારીના કારણે યોજનામાંવ િલંબ થયો હતો.

સરકારે વર્તમાન નાણાકીય વર્ષમાં ડિસઈન્વેસ્ટમેન્ટ થકી 2.1 લાખ કરોડ રુપિયા ભેગા કરવાનુ લક્ષ્ય રાખ્યુ છે પણ અત્યાર સુધીમાં સરકાર માત્ર 11000 કરોડ રુપિયા જ મેળવી શકી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.