14 જૂન 2020 રવિવાર સવારે 11 વાગ્યાની આસપાસા સમાચાર આવે છે કે દેશના લોકપ્રિય ટેલેન્ટેડ, યુથ આયકોન (youth icon) અને વર્સેટાઇલ (versatile) 34 વર્ષીય અભિનેતાએ પોતાના ઘરમાં ફાંસી ખાઇને આત્મહત્યા (suicide) કરી લીધી છે.
સ્થાનિક પોલીસ આ કેસને આત્મહત્યા ગણાવી કાર્યવાહી કરાવે છે… 15 જૂને ઓછા લોકોની હાજરીમાં તરત જ અંતિમ સંસ્કાર પતાવી દેવાય છે.
આ કેસની આસપાસના અનેક પાસાઓ ઉઘાડા પડે છે. આ કેસનો રેલો બોલીવુડની દરેક હસ્તી દરેક કલાકાર સુધી પહોંચે છે.
આત્મહત્યાના કેસ પરથી ડ્રગના કેસને મહત્વનો બનાવી દેવાય છે. અને આ બધુ કર્યા પછી પણ જેની જાહેર જનતા રાહ જોઇ રહી છે એ સવાલનો જવાબ તો મળ્યો જ નથી.
સુશાંત સિંહ રાજપૂતના (Late Sushant Singh Rajput) કેસની તપાસમાં અત્યાર સુધીમાં તપાસના અંતિમ પરિણામો હજી નથી આવ્યા. એવામાં એક સમચાર આવ્યા છે જે જાણવાની આપણે બધાએ જરૂર છે. કારણ કે આ કેસ સાથે દેશના લોક ઘણી રીતે સંકળાયેલા છે અને આ જે સમાચાર આવ્યા છે એની સાથે તો લોકોને સીધો જ સંબંધ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.