પશ્ચિમ બંગાળમાં રાજકિય હિંસા ચરમસીમાએ, લોકશાહી ઢબે જવાબ આપીશું: અમિત શાહ

પશ્ચિમ બંગાળમાં પોતાના બે દિવસીય પ્રવાસના અંતિમ દિવસે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે બીરભૂમમાં એક પ્રેસ કોન્ફરન્સ સંબોધિત કરી. આ દરમિયાન તેમણે રાજ્યની TMC સરકારને નિશાને લેતા ભાજપ અધ્યક્ષ જેપી નડ્ડા પર થયેલા હુમલાનો ઉલ્લેખ કર્યો. તેમણે કહ્યું કે, અમે હિંસાનો જવાબ લોકશાહી ઢબે આપીશું. આવનારી ચૂંટણીમાં આ સરકારને હરાવીને દેખાડીશું.

પ્રેસ કોન્ફરન્સને સંબોધિત કરતા તેમણે કહ્યું કે, પશ્ચિમ બંગાળમાં રાજકિય હિંસા ચરમસીમાએ છે. ત્રણ સોથી વધારે ભાજપ કાર્યકર્તાઓની હત્યા કરી દેવામાં આવી છે. તેની તપાસમાં એક ઈંચ પણ પ્રોગ્રેસ જોવા મળી નથી.

તેમણે કહ્યું, લોકશાહીમાં સૌને પોતાનો અવાજ ઉઠાવવાનો હક હોવો જોઈએ. જનતા સુધી પોતાની વાત પહોંચાડવાનો હક હોવો જોઈએ. જે શાસનમાં હોય છે તેની એ જવાબદારી હોય છે કે તે એ સુનિશ્ચિત કરે કે તમામ રાજકિય દળો પોતાની વાત જનતા સુધી પહોંચાડે.

શાહે જણાવ્યું કે, હું માનું છું કે ભારતના સૌથી મોટા દળ ભાજપના અધ્યક્ષ પર આ હુમલો માત્ર ભાજપ અધ્યક્ષ પર હુમલો નથી, બંગાળમાં જે લોકશાહીની વ્યવસ્થા છે તેના પર હુમલો છે. તેની પુરી જવાબદારી તૃણમૂલ કોંગ્રેસની સરકારની છે. સત્તાનો અહંકાર જ્યારે માથે ચડી જાય છે ત્યારે આ પ્રકારની ઘટનાઓ આકાર લે છે.

અમિત શાહે કહ્યું, હું TMCના દરેક નેતાઓને જણાવવા માંગુ છું કે કોઈ ગેરસમજણમાં ના રહો કે આ પ્રકારના હુમલાથી ભાજપની ગતિ અટકશે અને તે પીછેહઠ કરશે. જેટલું હિંસાનું વાતાવરણ બનશે ભાજપ બંગાળમાં પોતાને મજબૂત કરવા માટે મહેનત કરશે. હિંસાનો જવાબ હિંસા હોઈ શકે નહી. હિંસાનો જવાબ અમે લોકશાહી રીતથી આપીશું. આવનારી ચૂંટણીમાં આ સરકારને હરાવીને દેખાડીશું.

આ સાથે જ તેમણે કહ્યું કે, હુમલાઓ થયા બાદ રાજ્યના મુખિયાની જે પ્રતિક્રિયા આવવી જોઈતી હતી તે પ્રતિક્રિયા પણ નહોતી આવી. એ ચિંતાની વાત છે. TMC નેતાઓના નિવેદન તેનું સમર્થન કરનારા માલુમ થયાં

રાજ્ય સરકાર પર નિશાન સાધતા તેમણે કહ્યું કે, અહીં ભ્રષ્ટાચાક પણ ચરમસીમા પર છે. સાઈક્લોનના રાહતના જે પૈસા ભારત સરકાર મોકલે છે તેમાં પણ ભ્રષ્ટાચાર થયો. કોરોનાકાળમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ જે ભોજન મોકલ્યું તેથા કોથળાના કોથળા ગાયબ થઈ ગયા. ગરીબ લોકો ભુખ્યાં રહ્યાં તેની જવાબદારી કોની છે?

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.