પાકિસ્તાનમાં હવાઇ યાત્રા જોખમી, ઇમરાન સરકારે 50 પાઇલોટોનાં “ફેક” લાયસન્સ કર્યા રદ્દ

પાકિસ્તાનમાં હવાઇ મુસાફરી કરનારા લોકોની જિંદગીની સાથે રમત રમાઇ રહી છે, તેની સાબિતી એ બાબતથી મળી શકે છે કે ત્યાં પાઇલોટ બનાવટી લાયસન્સ બનાવીને વિમાન ઉડાવી રહ્યા છે, આ બાબતનો ખુવાસો થતા જ પાકિસ્તાન સરકારે 50 પાઇલોટનાં લાયસન્સ રદ્દ કરી દીધા છે.

સરકારે રવિવારે બનાવટી લાયસન્સ દ્વારા વિમાન ઉડાડનારા 50 પાઇલોટોનું લાયસન્સ રદ્દ કરતો હુકમ આપ્યો છે, તે એ બાબતની તપાસ કરી રહ્યા છે કે કઇ રીતે આ લોકોએ ખોટી રીતે લાયસન્સ પ્રાપ્ત કરી લીધું, દેશની સત્તાવાર એવિયેશન ઓથોરીટીએ કોર્ટને આ બાબતની માહિતી આપી છે.

કરાચીમાં 22 મેનાં દિવસે પાકિસ્તાન ઇન્ટરનેશનલ એરલાઇનનાં એક વિમાનની દુર્ઘટનાની દર્દનાક ઘટના બાદ બનાવટી લાયસન્સનો આ કેસ સરકાર સમક્ષ આવ્યો, આ દુર્ઘટનામાં 97 લોકોનાં મોત થયા હતાં, ઘટના બાદ પાકિસ્તાનનાં ઉડ્ડયન પ્રધાન સરવર ખાને મિડિયાને જણાવ્યું કે દેશનાં 860 એક્ટિવ પાઇલોટોમાંથી 260નાં લાયસન્સ બનાવટી છે અથવા તેમણે પરીક્ષામાં કોપી કરીને આ લાયસન્સ બનાવડાવ્યા છે.

પાકિસ્તાનની બહાર કામ કરનારા પાયલોટોની સાથે અન્ય પાઇલોટોનાં નામોને પણ જાહેર કર્યા હતાં, જેથી કોઇ પણ નેગેટીવ ધારણાથી બચી શકાય, ડોન અખબારની રિપોર્ટ મુજબ અધિકારીઓએ ઇસ્લામાબાદ હાઇકોર્ટને જણાવ્યું કે આંતરરાષ્ટ્રિય નાગરિક ઉડ્ડયન સંગઠનની જરૂરીયાતો હેઠળ તેમણે 860 કોમર્શિયલ પાઇલોટોનાં લાયસન્સની સમીક્ષા કરી છે, અને ઉંડી તપાસનાં અંતે 50 પાઇલોટોનાં લાયસન્સ રદ્દ કરી દીધા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.