કોરોના સંકટમાં સ્માર્ટ ફોનનાં વેચાણનો નવો રેકોર્ડ, સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં 4 કરોડથી વધુ સ્માર્ટફોનની ખરીદી

કોરોના રોગચાળાએ એક તરફ જ્યાં દેશનાં કેટલાક ભાગોમાં લોકોનું જીવન હરામ કરી દીધું છે તો કેટલાક ક્ષેત્રો જેવા કે બિઝનેશમાં નવા રેકોર્ડ બની રહ્યા છે, તેમાં સ્માર્ટફોન, લેપટોપ, વર્ક ફ્રોમ હોમ ગેઝેટનાં વેચાણનું વેચાણ નવો શિખરો સર કરી રહ્યા છે.

તમે જાણીને આશ્ચર્ય થશે કે ભારતીયોએ સ્માર્ટફોનનાં મામલે નવો રેકોર્ડ બનાવી દીધો છે, સપ્ટેમ્બર-ઓક્ટોમ્બરમાં દેશમાં 4 કરોડ 40 લાખ નવા સ્માર્ટફોન ખરીદવામાં આવ્યા છે.

આઇડીસીની રિપોર્ટ મુજબ 2020નાં ત્રીજા ત્રિમાસિકથી જ ભારતમાં સ્માર્ટફોનની માંગમાં આશાથી વધું અને આશ્ચર્યજનક વૃધ્ધી જોવા મળી છે.

જો કે કોરોના રોગચાળાનાં પગલે ઓન લાઇન એજ્યુકેસન, વર્ક ફ્રોમ હોમનાં પગલે આ ગેઝેટની માંગમાં ઉછાળો આવ્યો છે, ઓક્ટોબર 2020માં ભારતીયોએ 2 કરોડ,10 લાખ, સ્માર્ટફોનની ખરીદી કરી હતી, જ્યારે આ પહેલા સપ્ટેમ્બર મહિનામાં 2 કરોડ 30 લાખ સ્માર્ટફોનનું વેચાણ થયું હતું.

આ વેચાણ વધવા પાછળનું એક કારણ ઓનલાઇન ફેસ્ટિવલ અને ઓનલાઇન શોપિંગમાં સુવિધા છે, જો કે કોરોના રોગચાળાંનાં પગલે ઓન લાઇન એજ્યુકેશન તથા વર્ક ફ્રોમ હોમનાં પગલે આ ગેઝેટમાં વધ્ધી આવી છે.

આઇડીસીનાં રિપોર્ટનાં પગલે ઓક્ટોબર મહિનામાં સ્માર્ટ ફોનની કુલ ખરીદીમાં દિલ્હી,મુંબઇ, બેંગલુરૂ, ચેન્નઇ અને કોલકાત્તા જેવા મહાનગરોની ભાગીદારી સૌથી વધુ 25 ટકા રહી, ત્યાર બાદ જયપુર,ગુડગાવ, ચંદીગઢ, લખનઉ, ભોપાલ અને કોઇમ્બતુર જેવા શહેરોમાં સૌથી વધુ સ્માર્ટફોનનું વેચાણ થયું છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.