બ્રિટનમાં કોરોના વાયરસનાં નવા સ્ટ્રેનથી હાહાકાર, અન્ય 5 દેશોમાં ફેલાયાની પણ આશંકા

કોરોના વાયરસ અંગે બ્રિટનમાં હાહાકાર મચ્યો છે, ભારત સહિત લગભગ એક ડઝનથી પણ વધુ દેશોએ બ્રિટનની સાથે હવાઇ સેવાઓ પર પ્રતિબંધ મુક્યો છે, પરંતું હજુ સુધી નવો કોરોના વાયરસ ઓછામાં ઓછાં 5 દેશોમાં ફેલાઇ ચુક્યો છે, જો કે ઘણા દેશોએ આશંકા વ્યક્ત કરી છે કે તેમનાં ત્યાં પહેલાથી જ કોરોના વાયરસની નવો સ્ટ્રેન હોઇ શકે છે.

એક રિપોર્ટ મુજબ બ્રિટનની સાથે-સાથે ડેનમાર્ક, નેધર્લેન્ડ, ઓસ્ટ્રેલિયા અને ઇટલીમાં નવા કોરોના વાયરસની પુષ્ટી થઇ ચુકી છે, બ્રિટનથી એક યાત્રી રોમ પહોચ્યો હતો, જેના કારણે ઇટલીમાં પણ નવો કોરોના વાયરસ જોવા મળ્યો છે ફ્રાંસમાં પણ નવા વાયરસ અંગે ચેતાવણી જારી થઇ છે.

ફ્રાંસે બ્રિટનની સાથે આવાગમન પર રોક લગાવતા કહ્યું કે ત્યાં પણ કોરોના કદાચ કોરોના વાયરસ આવી ચુક્યો છે. અસલમાં મ્યુટેશનનાં કારણે તૈયાર થયેલા નવા કોરોના વાયરસને વધુ ખતરનાક અને સંક્રમાક બતાવવામાં આવ્યો છે અને બ્રિટનમાં કેસ વધવા પાછળ જ તેને જ જવાબદાર માનવામાં આવી રહ્યો છે.

નિષ્ણાતોનું માનવું છે કે નવો કોરોના વાયરસ 70 ટકા સુધી સંક્રામક છે, નવેમ્બર મહિનામાં જ ડેનમાર્કમાં કોરોના વાયરસનો નવા સ્ટ્રેનનાં 9 કેસ મળ્યા હતા, અને એક કેસ ઓસ્ટ્રેલિયામાં જોવા મળ્યો હતો, નેધર્લેન્ડે કહ્યું કે આ મહિને તેમના ત્યાં કરોના વાયરસનો નવો સ્ટ્રેન મળ્યો છે, બેલ્જિયમમાં હજુ તેની સત્તાવાર ઘોષણા થઇ નથી.

અત્યાર સુધીમાં મળેલી માહિતી મુજબ બ્રિટનમાં લંડનમાં કોરોના વાયરસનાં નવા સ્ટ્રેનનાં સૌથી વધું કેસ લંડન અને સાઉથ ઇસ્ટ ઇંગ્લેન્ડનાં 60 ટકા કેસ નવા સ્ટ્રેનના મળી આવ્યા છે, તેના કારણે બ્રિટનમાં કડક નિયંત્રણો લાદવામાં આવ્યા છે.

ફ્રાન્સનાં આરોગ્ય પ્રધાને કહ્યું તે એ સંપુર્ણ રીતે શક્યા છે કે કોરોના વાયરસનો નવો સ્ટ્રેન ફાન્સમાં પહેલેથી જ ફેલાઇ ચુક્યો છે, ભલે ટેસ્ટ દ્વારા તેની પુષ્ટી ન થઇ હોય. ઉત્તરી આયર્લેન્ડનાં ફર્સ્ટ મિનિસ્ટરે પણ કહ્યું કે શક્ય છે કે તેમને ત્યાં કોરોના વાયરસનો નવો સ્ટ્રેન પહોંચી ચુક્યો છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.