બિન સચિવાલયની પરીક્ષાને લઇને ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરી છે. આ પરીક્ષા આગામી 17 નવેમ્બરે લેવામાં આવશે. ફોર્મ ભર્યા છે તે તમામ ઉમેદવારો પરીક્ષા આપી શકશે.
બિન સચિવાલય કલાર્કની પરીક્ષા મુદ્દે મોટી જાહેરાત કરવામાં આવી છે. જેમાં ધોરણ -12 પસાની લાયકાત યથાવત રાખવામાં આવી છે. જ્યારે ગ્રેજ્યુએશન પણ માન્ય રખાયું છે
.ડે. સીએમ નીતિન પટેલે જાહેરાત કરતાં કહ્યું કે ગયા વર્ષે 70 હજાર કરતાં વધુ કર્મચારીઓની ભરતી કરવામાં આવી. જો કે જાહેરાત બહાર પાડ્ય બાદ લોકસભાની ચૂંટણી આવી. લોકસભાની ચૂંટણીના કારણે ભરતી પ્રક્રિયામાં વિલંબ થયો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.