જાણો, ભગવાન વિષ્ણુને શ્રીહરિ કેમ કહેવામાં આવે છે?

હિન્દૂ ધર્મમાં ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની પૂજા માટે ખૂબ જ ખાસ માનવામાં આવે છે. કહેવાય છે કે સાચા મનથી તેમની પૂજા કરનાર ભક્તોની તમામ મનોકામનાઓ ભગવાન વિષ્ણુ પૂરી કરે છે. હિન્દૂ ધર્મ શાસ્ત્ર અનુસાર ગુરુવારે ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરવાથી જીવનના તમામ સંકટોથી છૂટકારો મળે છે. ભગવાન વિષ્ણુ જગતના પાલનહાર કહેવાય છે. પુરાણોમાં ભગવાન વિષ્ણુના બે સ્વરૂપ દર્શાવવામાં આવ્યા છે. એક સ્વરૂપમાં તેમને ખૂબ જ શાંત, પ્રસન્ન અને કોમળ દર્શાવવામાં આવ્યા છે અને બીજા સ્વરૂપમાં પ્રભુને ખૂબ જ ભયાનક દર્શાવવામાં આવ્યા છે.. જ્યાં શ્રીહરિ કાળ સ્વરૂપ શેષનાગ પર આરામદાયી મુદ્રામાં બેસે છે. પરંતુ પ્રભુનું સ્વરૂપ કોઇ પણ હોય તેમનું હૃદય તો કોમળ જ છે અને ત્યારે તો તેમને કમલાકાંત અને ભક્તવત્સલ કહેવામાં આવે છે. કહેવામાં આવે છે કે ભગવાન વિષ્ણુનો શાંત ચહેરો મુશ્કેલ પરિસ્થિતિઓમાં વ્યક્તિને શાંત રહેવાની પ્રેરણા આપે છે. ભગવાન વિષ્ણુનું માનવું છે કે સમસ્યાઓનું સમાધાન શાંત રહીને જ સફળતાપૂર્વક શોધી શકાય છે.

શાસ્ત્રોમાં ભગવાન વિષ્ણુ વિશે લખ્યું છે

“शान्ताकारं भुजगशयनं”। पद्मनाभं सुरेशं ।

विश्वाधारं गगनसदृशं मेघवर्णं शुभाङ्गम् ।

તેનો અર્થ છે ભગવાન વિષ્ણુ શાંત ભાવથી શેષનાગ પર આરામ કરી રહ્યા છે. ભગવાન વિષ્ણુના આ રૂપને જોઇને મનમાં આ પ્રશ્ન ઉઠે છે કે સાપના રાજા પર બેસીને કોઇ આટલું શાંત કેવી રીતે રહી શકે છે? પરંતુ તે તો ભગવાન છે અને તેમના માટે બધુ જ શક્ય છે. શ્રી વિષ્ણુ પાસે કેટલાય અન્ય શક્તિઓ છે જે તમને આશ્ચર્યચકિત કરી શકે છે.

ભગવાન વિષ્ણુના ‘હરિ’ નામનું રહસ્ય

ભગવાન વિષ્ણુને ‘હરિ’ નામથી પણ બોલાવવામાં આવે છે. હરિની ઉત્ત્પતિ હરથી થઇ છે. એવું કહેવામાં આવે છે કે હરિ હરતિ પાપાનિ જેનો અર્થ છે હરિ ભગવાન આપણા જીવનમાં આવનાર તમામ સમસ્યાઓ અને પાપને દૂર કરે છે. એટલા માટે ભગવાન વિષ્ણુને હરિ પણ કહેવામાં આવે છે, કારણ કે સાચા મનથી શ્રીહરિનું સ્મરણ કરનારાઓને ક્યારેય નિરાશા મળતી નથી. કષ્ટ અને મુસીબત ભલે જેટલું પણ હોય શ્રીહરિ બધા દુખ હરી લે છે.

ભગવાન વિષ્ણુના ‘નારાયણ’ નામનું રહસ્ય

ભગવાન વિષ્ણુ પોતાના ભક્તો પર દરેક રૂપ અને દરેક સ્વરૂપથી કૃપા વરસાવે છે અને એટલા માટે તે જગતના પાલનહાર કહેવાય છે. પરંતુ શું તમે ક્યારેય વિચાર્યુ છે કે ભગવાન વિષ્ણુનું નામ નારાયણ કેમ છે? તેમના ભક્ત તેમને નારાયણ કેમ બોલાવે છે? એક પૌરાણિક કથા અનુસાર પાણીનો જન્મ ભગવાન વિષ્ણુના પગથી થયો છે. પાણીને નીર અથવા નર પણ કહેવામાં આવે છે. ભગવાન વિષ્ણુ પણ જળમાં જ નિવાસ કરે છે. એટલા માટે નર શબ્દથી તેમનું નામ નારાયણ નામ પડ્યું છે. તેનો અર્થ એ છે કે પાણીમાં ભગવાન નિવાસ કરે છે. એટલા માટે ભગવાન વિષ્ણુને તેના ભક્ત ‘નારાયણ’ નામથી બોલાવે છે.

ભગવાન વિષ્ણુને પ્રસન્ન કરવા માટે આ ઉપાય જરૂર કરો :- 

– ગુરુવારના દિવસે સ્નાન કર્યા બાદ પીળા વસ્ત્ર ધારણ કરો.

– ભગવાન વિષ્ણુની વિધિવત પૂજા કરો.

– પૂજામાં પીળા ફૂલોનો ઉપયોગ કરો.

– ભગવાન વિષ્ણુની સામે ઘીનો દીવો પ્રગટાવો.

– ભગવાન વિષ્ણુના કોઇ પણ મંત્રનો જાપ કરો.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.