ફરી એક વખત શેર બજારમાં જોવા મળ્યો મોટો કડાકો

ફરી એકવખત શેર બજારમાં મોટો કડાકો જોવા મળ્યો છે. કોરોના વાયરસની બીજા તબક્કાની સ્ટ્રેન શરૂ થવાની ચિંતાને લઈને શેર બજારમાં સોમવારે હાહાકાર જેવી સ્થિતિ જોવા મળી છે.

બોમ્બે સ્ટોક એક્સચેન્જનો સેંસેક્સ 28 પોઈન્ટના ઘટાડા સાથે 46932 પર ખૂલ્યો હતો. આ જ રીતે નેશનલ સ્ટોક એક્સચેન્જ-નિફ્ટી 19 પોઈન્ટના ઘટાડા સાથે 13741 પોઈન્ટ પર ખૂલ્યો હતો. વ્યાપારના પ્રથમ દિવસે સેંસેક્સ 267 પોઈન્ટ ઘટીને 46693.95 સુધી પહોંચી ગયો હતો. આ જ રીતે નિફ્ટી વ્યાપાર દરમિયાન 86 પોઈન્ટથી ઘટીને 13674 સુધી પહોંચી ગયો હતો.

જોકે, સવારે 10 વાગ્યા બાદ તેમાં મોટા વધારા-ઘટાડા જોવા મળ્યા છે. બ્રિટન દેશ સિવાય એશિયાના ઘણા દેશમાં કોરોના વાયરસની બીજી સ્ટ્રેન શરૂ થવાને કારણે રોકાણકારોમાં એક ચિંતાનો માહોલ છે. જેના કારણે આંતરરાષ્ટ્રીય સ્તર પર પરિણામ નબળું જોવા મળ્યું છે. ફાર્મા સિવાય અન્ય તમામ સેક્ટર લાલ નિશાનમાં રહ્યા છે. છેલ્લા કેટલાક દિવસથી આ જ ચિત્ર યથાવત રહ્યું છે.

નિફ્ટીમાં વધારો મેળવતા મુખ્ય શેરમાં L&T, સિપ્લા, સન ફાર્મા, રિલાયન્સ, ઈન્ફોસીસ વગેરેનો સમાવેશ થાય છે. ભારતીય રૂપિયો સોમવારે ડૉલરની તુલનામાં 18 પૈસાના ઘટાડા સાથે 73.75 પર ખૂલ્યો હતો. જે શુક્રવારે 73.57 પર બંધ થયો હતો.

આ વખતે 2000 પોઈન્ટથી વધારે પોઈન્ટનો કડાકો જોવા મળ્યો છે. સેંસેક્સ અને નિફ્ટી સતત નવા રેકોર્ડ બનાવી રહ્યા છે. શેર માર્કેટમાં સતત ઘટાડાની ઘટના વધી રહી છે. બપોરે 2.30 વાગ્યા આસપાસ નિફ્ટીમાં 430 પોઈન્ટથી વધારેનો ઘટાડો જોવા મળ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.