ઇમરાન ખાનની સરકારે સમયસર ગેસની ખરીદી ન કરી તેના કારણે હવે દેશની પ્રજાને ભોગવવું પડશે
દેશમાં ગેસની સપ્લાય પુરી પાડતી કંપની સુઇ નોર્ધન 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફુટ પ્રતિદિન ગેસની અછતનો સામનો કરશે
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારે સમયસર ગેસની ખરીદી ન કરી તેના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડી શકે છે, નવા વર્ષે પાકિસ્તાનમાં ગેસની તંગી સર્જાઇ શકે છે, પાકિસ્તાનમાં ગેસની સપ્લાય પુરી પાડતી કંપની સુઇ નોર્ધને 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફુટ પ્રતિદિન ગેસની અછતનો સામનો કરી શકે છે, ગેસની ભારે અછતનાં કારણે કંપની પાસે પાવર સેક્ટરને ગેસનો પુરવઠો રોકવા સિવાય કોઇ ઉપાય નથી.
પાકિસ્તાનમાં ઇમરાન ખાનની સરકારે સમયસર ગેસની ખરીદી ન કરી તેના કારણે પ્રજાને હાલાકી ભોગવવી પડી શકે છે, નવા વર્ષે પાકિસ્તાનમાં ગેસની તંગી સર્જાઇ શકે છે, પાકિસ્તાનમાં ગેસની સપ્લાય પુરી પાડતી કંપની સુઇ નોર્ધને 500 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફુટ પ્રતિદિન ગેસની અછત સામે ઝઝુમી શકે છે, ગેસની ભારે અછતનાં કારણે કંપની પાસે પાવર સેક્ટરને ગેસનો પુરવઠો રોકવા સિવાય કોઇ ઉપાય નથી.
પાકિસ્તાની અખબાર ધ ન્યુઝનાં જણાવ્યા મુજબ વિજ સેક્ટરને એલએનજીનો ઘટાડો કરી તેને સ્થાનિક વપરાશકારોને આપવાથી સંકટમાં ઘટાડો નહીં થાય, તેનાથી બાદમાં પણ 250 મિલિયન સ્ટાન્ડર્ડ ક્યુબિક ફુટ પ્રતિદિન ગેસની અછત રહેશે, અધિકારીઓએ ઉદ્યોગોને આપવાની થતી આરએલએનજી ને પણ સપ્તાહમાં એક દિવસનો ઘટાડો કરવો પડશે, એવું મનાય છે કે 4થી 20 જાન્યુઆરી વચ્ચે ગેશનો ઘટાડો સૌથી વધુ રહેશે.
ઇમરાન ખાનની સરકારે સમયસર ગેસની ખરીદી ન કરી તેના કારણે હવે દેશની પ્રજાને ભોગવવું પડશે, પાકિસ્તાની અધિકારીઓએ જણાવ્યું કે રસાયણીક ઉદ્યોગ માટે પહેલાથી જ ગેસનો પુરવઠો રોકી દેવામાં આવ્યો છે, આ સંકટમાં તે સમયે વધારો થયો જ્યારે નાઇજીરીયાથી ગેસ લઇને આવી રહેલા ટેન્કર 4 દિવસ મોડું થઇ ગયું, આ દરમિયાન ગેસ પુરવઠો ખોરવાયો અને પંજાબ સહિતનાં રાજ્યોમાં લોકોને ઓછાં ઇઁધણથી ખાવાનું બનાવવા માટે મજબુર થવું પડ્યું છે, સરકાર હવે ઉદ્યોગોને ગેસ પુરવઠો આપવાનું બંધ કરીને તે લોકોને આપી રહી છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.