જાણો, WHO એ કોરોના વેકસીનને જાદૂઇ ગોળી નહી સમજવાનું કેમ કહયું ?

કોરોના મહામારીમાં સંક્રમણથી બચવા માટે વેકસીનને આશાના કિરણ તરીકે જોવામાં આવી રહયું છે ત્યારે વિશ્વ આરોગ્ય સંસ્થાએ વેકસીનને લઇને ખુલાસો કર્યો છે. આ વિશ્વ સંસ્થાનું માનવું છે કે કોરોનાના નાશ માટે વેકસીનને જાદૂઇ ગોળી સમજવાના સ્થાને વાસ્તવદર્શી અભિગમ અપનાવવાની જરુર છે. સુરક્ષિત વેકસીન તૈયાર કર્યા પછી તેને બધા સુધી પહોંચાડવી પણ જરુરી છે જેમાં ખૂબજ સમય લાગી શકે તેમ છે. વિશ્વ આરોગ્ય સંસ્થાના પશ્ચિમી પ્રશાંત ક્ષેત્રના ક્ષેત્રિય નિર્દેશક કસેઇ તાકેશીએ જણાવ્યું કે વેકસીન વિતરણની કેટલાક ભાગમાં શરુઆત થઇ છે પરંતુ સામાન્ય નાગરીકને મળતા ૧૨ થી ૧૪ મહિના સુધીનો સમય લાગી શકે છે.

યુવાઓનો  એક વિશાળ સમૂહ હજુ પણ કોરોના અંગેના નિયમોનું પાલન કરી રહયો ન હોવાથી ભવિષ્યમાં સંક્રમણ વધી શકે છે. ક્રિસમસનો તહેવાર આવી રહયો છે ત્યારે લોકો જો એક સાથે વધુ સમૂહમાં એકઠા થશે તો પણ સંક્રમણનો ખતરો રહેલો છે. આવા સંજોગોમાં વિશ્વ આરોગ્ય સંસ્થાએ કોરોના મહામારીના નિયમો પાળીને સંક્રમણ અટકાવવાની જવાબદારી નિભાવવા પર ભાર મુકયો હતો. સોશિયલ ડિસ્ટન્સિસ અને માસ્ક જ કારગત ઉપાય છે. પ્રાપ્ત માહિતી અગાઉ પણ વિશ્વ આરોગ્ય સંસ્થાએ વેકસીન અંગે આશાવાદી બનીને નિયમો નહી તોડવાની સલાહ આપી હતી.

એશિયા અને આફ્રિકાના દેશો યૂરોપ અને અમેરિકાની સરખામણીમાં સાધન સમ્પન નથી તેમ છતાં યૂરોપના દેશો કરતા  કોરોના સંક્રમણનો સારી રીતે સામનો કરી રહયા છે જયારે યૂરોપના નાગરિકોમાં બેદરકારી વધારે જોવા મળતી હતી. એટલું જ નહી નવેસરથી સંક્રમણ થાય તો તેને રોકવા માટે એશિયન દેશો જેટલી જાગૃ્તિ દર્શાવી ન હતી. અમેરિકા અને બ્રિટનમાં વેકસીનેશનનું કામ યુધ્ધસ્તરે ચાલી રહયું છે. ફાઇઝરની વેકસીનનો અમેરિકામાં કટોકટીમાં ઉપયોગ માટે મંજુરી આપવામાં આવી છે જયારે બ્રિટનમાં વેકસીન તમામને આપવામાં આવી રહી છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.