વાસણા બેરેજ પાસે જ કેનાલ આગળ જોવા મળ્યા છે, વપરાયેલી PPE કિટના ઢગલા

  • સંજય ટાંક, અમદાવાદ : કોરોના વાયરસના સંક્રમણના કેસ ભલે ઓછા થયા હોય પણ કોરોના ગયો નથી અને એક નાનકડી બેદરકારી મહામારીને ખૂબ મોટું સ્વરૂપ આપી શકે છે તેવું વારંવાર કહેવામાં આવે છે. . અને હવે તો ખુદ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન તંત્રની જ ઘોર બેદરકારી સામે આવી છે. વાસણા બેરેજ પાસે જ કેનાલ આગળ જોવા મળ્યા છે વપરાયેલી PPE કિટના ઢગલા.
  • અમદાવાદ ના વાસણા બેરજ નજીક આવેલી કેનાલ પાસે જ કોવિડ ડયુટીમાં વપરાયેલી PPE કીટ ઢગલાબંધ હાલતમાં ફેંકી દેવાયી છે. આ વિસ્તારમાં અનેક લોકો ઝુંપડા બાંધીને રહે છે અને અહીં કેનાલ નજીકના રોડ પર કોર્પોરેશનના કચરાના અનેક વાહનો અવરજવર કરે છે. તેવામાં આ પ્રકારે PPE કિટો, માસ્ક અને ગ્લોવ્સ ફેકી દેવાયેલી હાલતમાં જોવા મળી રહ્યા છે.
  • આ વપરાયેલી PPE કીટ કોણ નાખી ગયું અને તેમ છતાં આ વિગત કોઈના ધ્યાને કેમ ન આવી તેવા સવાલો ઉઠી રહ્યા છે. સામાન્ય રીતે કોઈપણ મેડિકલ વેસ્ટ હોય જેનાથી ચેપ લાગવાની શકયતા હોય તે વસ્તુનો નિકાલ વૈજ્ઞાનિક રીતે નિયમો અનુસાર કરવાનો હોય છે. ત્યારે અહીં આ તમામ નિયમો ક્યાં ગયા તે પણ એક સવાલ ઉઠી રહ્યો છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.