રાજકોટમાં બક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં, આવેલા જિલ્લા ગાર્ડન પાસે , સલ્મ ક્વાર્ટર પાસે ચાર બાઈક અને એક રિક્ષાને, રાત્રે આગ લગાવી દેવાનો બન્યો બનાવ

રાજકોટમાં રાત્રીના ભક્તિનગર પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા જિલ્લા ગાર્ડન પાસે સલ્મ ક્વાર્ટર પાસે ચાર જેટલા બાઈક તેમજ એક રિક્ષાને રાત્રે આગ લગાવી દેવાનો બનાવ બનવા પામ્યો છે.

વહનોને આગ લાગવાની ફરિયાદ બાદ ભક્તિનગર પોલીસની અલગ અલગ ટીમો આગ ચાંપનારની શોધ ખોળ હાથ ધરી હતી. જેમાં પોલીસે ગુનાહિત પ્રવૃત્તિ સાથે સંકળાયેલા તેમજ શંકાસ્પદ 40 જેટલા લોકોને રાઉન્ડઅપ કરી તેમની પૂછપરછ હાથ ધરી હતી.

બીજી તરફ પોલીસની અન્ય ટિમો દ્વારા ટેક્નિકલ અને કમાન્ડ એન્ડ કંટ્રોલ રૂમમાંથી પણ આગ ચાંપનરની ઓળખ મેળવવા કાર્યાવહી હાથ ધરાઇ હતી. સાથે જ ભક્તિનગર પોલીસ સાથે ક્રાઇમ બ્રાન્ચની ટિમ પણ શોધખોળ કરી રહી હતી ત્યારે શહેરના કેનાલ રોડ પરથી એક  શખ્સની ધરપકડ કરી હતી.

પોલીસે જણાવ્યા મુજબ તે રસ્તા પરથી વાહનો સળગાવ્યા તે રસ્તા કાયમી આવવા-જવાનો રસ્તો હતો અને તે જ્યારે બાઇક લઇને કે ચાલીને તે રસ્તા પરથી નીકળતો ત્યારે તે રસ્તા પર આડેધડ વાહનો પાર્ક કરેલા હોવાથી તેને દર વખતે નડતરરૂપ થતા હતા.

સ્થાનિકોને રાત્રે ત્રણ વાગ્યા આસપાસ આ મામલાની જાણ થતા તેમને ભક્તિનગર પોલીસને જાણ કરી હતી. જે બાદમાં પોલીસ તાત્કાલિક અસરથી ઘટનાસ્થળે પહોંચી હતી. પોલીસ તપાસમાં જે જગ્યાએ સમગ્ર બનાવ બન્યો છે તેની આસપાસ સીસીટીવી ન હોવાનું પણ સામે આવ્યું હતું.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.