યુજવેન્દ્ર ચહલ કોરિયોગ્રાફર અને યુટ્યૂબર ધનશ્રી સાથે લગ્નગ્રંથીથી જોડાયા

 સ્ટાર સ્પિનર યુજવેન્દ્ર ચહલે કોરિયોગ્રાફર અને યુટ્યૂબર ધનશ્રી સાથે લગ્ન કરી લીધા છે, આ લગ્ન ગુરૂગ્રામમાં આજે 22 ડિસેમ્બરનાં રોજ થઇ, ચહલ અને ધનશ્રી બંનેએ પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર ખાસ તસવીરો શેઅર કરી છે, આ તસવીરો ઝડપથી સોસિયલ મિડિયા પર વાયરલ થઇ રહી છે, ચહલ અને ધનશ્રીએ આ વર્ષે ઓગસ્ટ મહિનામાં જ સગાઇ કરીને સૌને ચોંકાવી દીધા હતાં.

ચહલે ઇન્સ્ટાગ્રામ પર લગ્ન અંગે પોતાના મિત્રોને જાણ કરવા માટે આ તસવીરો શેઅર કરીને કેપ્સનમાં લખ્યું, અમે એક વળાંક પર એક સાથે સફર શરૂ કર્યું અને જણાયું કે અમે હંમેશા સાથે રહીંશું કેમ કે ધનશ્રીએ યુજવેન્દ્રને હંમેશા અને આગળ પણ સાથે રહેવાનું વચન આપ્યું છે.

ધનશ્રી આ પહેલા આઇપીએલ 2020 દરમિયાન યુએઇ પહોંચી હતી અને ચહલની સાથે તેમણે ઘણો સારો સમય પસાર કર્યો હતો, ધનશ્રી રોયલ ચેલેન્જર્સની ટીમની સાથે પણ નજર આવી હતી, અને દરેક મેચને પ્રોત્સાહિત કરવા મેદાન પર પહોંચી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.