બેન્કોના ઉઠમણા વચ્ચે મોદી સરકારનો સૌથી મોટો નિર્ણય, 10 લાખ રૂપિયાનું મળશે વળતર

માધુપુરા સહિત અમદાવાદમાં તેરથી પણ વધુ સહકારી બેંકો ડૂબી જવાના કારણે લાખ્ખો થાપણદારોને અપૂરતા વીમા કવચના કારણે પોતાના કરોડો રૂપિયા ગુમાવવાનો વારો આવ્યો હતો.બેન્કોમાં થાપણદારોએ ગમે તેટલા રૂપિયાની થાપણો મૂકી હોય તો પણ બેંક ડૂબી જાય ત્યારે જો બેન્કનું વીમા કવચ જારી હોય તો થાપણદારને માત્ર રૂ. એક લાખ સુધીનું જ વળતર ચુકવવામાં આવે છે. પરંતુ આ વીમા કવચ હવે વધારીને રૂ. દસ લાખનું કરવાની સરકારે તૈયારી હાથ ધરી છે.

આધારભૂત સૂત્રોના જણાવ્યા મુજબ કેન્દ્ર સરકાર દ્વારા સંસદના આગામી શિયાળુ સત્રમાં આ માટેનાં ખાસ ફાઈનાન્સિયલ રીઝોલ્યુશન ડીપોઝીટરી ઇન્સ્યુરન્સ બીલમાં સુધારો કરવામાં આવશે. જેના અમલથી થાપણદારોને જો બેંક બંધ થશે તો તેમના રોકાણો ઉપર મહત્તમ રૂ. દસ લાખ સુધીનું વળતર મળી શકશે. જો કે તે માટે ડીપોઝીટ મૂકનારે કેવાયસીના નિયમોનું કડકપણે પાલન કરેલું હોવું જોઇશે.

છેલ્લા લગભગ ૨૦ વર્ષથી બેન્કોના થાપણદારો માટેના આ વીમા કવચમાં વધારો કરવા માટેની માંગણી ઉઠવા પામી હતી. આ સંદર્ભે ગુજરાત હાઇકોર્ટમાં અગાઉ એક જાહેર હિતની અરજી પણ દાખલ કરવામાં આવી હતી.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.