પાકિસ્તાનના ઇસ્લામાબાદમાં હિંદુ મંદિરના નિર્માણને ઇમરાન ખાનની સરકારે આખરે મંજૂરી આપી દીધી છે. સૃથાનિક કટ્ટરવાદીઓના ઉગ્ર વિરોધને બાજુમાં મુકીને ઇમરાન ખાન સરકારે આ મહત્વપૂર્ણ નિર્ણય લીધો છે.
ઇસ્લામાબાદમાં ભવ્ય મંદિર બનવા જઇ રહ્યું છે, જોકે છ મહિના પહેલા જ તેનું કામ શરૂ થઇ ગયું હતું પણ સૃથાનિક કટ્ટરવાદીઓએ રેલીઓ કાઢી ઇમરાન ખાન સરકાર પર કામ અટકાવવા દબાણ કર્યું હતું.
સરકારે મંદિરના નિર્માણને લઇને કેટલીક સ્પષ્ટતા પણ કરી છે અને શરતો મુકી છે. સરકાર દ્વારા જાહેર નિવેદન અનુસાર પ્રાંગણમાં અમુક જગ્યાએ દિવાલોને બદલે તાર ફેન્સિંગ કરવાનું રહેશે, સાથે જ મંદિર અને અન્ય દિવાલોની ઉંચાઇ પણ એક લિમિટ સુધી રાખવાની રહેશે.
ઇસ્લામાબાદમાં કૃષ્ણ મંદિર આશરે 20,000 સ્ક્વેર ફૂટમાં બનાવવામાં આવશે. ઇસ્લામાબાદમાં તે પ્રથમ હિંદુ મંદિર બનશે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.