કેન્દ્ર સરકારે કોર્પોરેટ ટેક્સમાં આપેલી મોટી રાહત બાદ મોદી સરકાર વિરોધીઓના નિશાને આવી છે. સીપીઆઈ નેતા સીતારામ યેચુરીએ ટ્વિટ કરીને સરકારની જાહેરાતને સૌથી મોટુ કૌભાંડ ગણાવ્યુ.
તેમણે જણાવ્યુ હતુ કે, આરબીઆઈ દ્વારા સરકારને આપવામાં આવેલા ૧ લાખ ૭૬ હજાર કરોડની રકમ કોર્પોરેટને આપી દેવામાં આવી છે. સરકારની જાહેરાતથી વેપારીઓને ફાયદો થશે પરંતુ કોઈના હાથમાં નાણા આવવાના નથી.
અન્ય એક ટ્વિટમાં યેચુરીએ કહ્યુ કે, સરકારની નીતિના કારણે ગ્રામીણ મજૂરીમાં ઘટાડો થઈ રહ્યો છે. દેશમાં સૌથી વધારે નાણાની જરૂર મજૂર વર્ગને છે. અને આરબીઆઈના નાણા કોર્પોરેટને આપવામાં આવ્યા છે. જે ઘોર પૂંજીવાદનું ઉદાહરણ છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.