ભારતના પાંચમાં વડાપ્રધાન ચૌધરી ચરણ સિંહની જ્યંતીના અવસરે દર વર્ષે 23 ડિસેમ્બરના રોજ રાષ્ટ્રીય ખેડૂત દિવસ મનાવવામાં આવે છે, જેમણે પોતાના કાર્યાલયમાં કૃષિ ક્ષેત્રના ઉત્થાનમાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી અને ખેડૂતોના હિત માટે કેટલાય ખેડૂતના હિત માટે ખરડો તૈયાર કર્યો. ભલે ચૌધરી ચરણ સિંહ ખૂબ જ ઓછા સમયના વડાપ્રધાન હતા, પરંતુ તેમણે ભારતીય ખેડૂતોના કલ્યાણ માટે ઘણી મહેનત કરી હતી. આટલુ જ નહીં તેમણે ખેડૂતો માટે કેટલીય યોજનાઓ શરૂ કરી હતી અને વર્ષ 2001માં સરકારે ચૌધરી ચરણ સિંહના જન્મદિવસને ખેડૂત દિવસ સ્વરૂપે મનાવવાનો નિર્ણય કર્યો હતો.
ખેડૂત દિવસનું મહત્ત્વ
આ દિવસ ખૂબ જ મહત્ત્વપૂર્ણ છે કારણ કે આ કૃષિ ક્ષેત્રની નવી શીખ સાથે સમાજના ખેડૂતોને સશક્ત બનાવવાનો વિચાર અપાવે છે. કિસાન દિવસ કાર્યક્રમ લોકોને ખેડૂતની સામે આવતા વિભિન્ન મુદ્દાઓ વિશે શિક્ષણ આપવાનું કામ કરે છે. કહેવાય છે કે ચૌધરી ચરણ સિંહે સર છોટૂ રામની વિરાસતને આગળ વધારી તેમણે 23 ડિસેમ્બર 1978ના રોજ કિસાન ટ્રસ્ટ પણ બનાવવામાં આવ્યું જેથી દેશમાં ખેડૂતોના મુદ્દાઓ વિશે જાગરૂકતા ફેલાવી શકાય છે.
ખેડૂત દિવસનો ઇતિહાસ
ખેડૂત દિવસ એક સાર્વજનિક અવસર છે જે દેશના ખેડૂત અને તેમના કામનો ઉત્સવ મનાવે છે. ભારતમાં આ દિવસ 23 ડિસેમ્બરે મનાવવામાં આવે છે. આ દિવસને વિશેષ રીતે ચૌધરી ચરણ સિંહના ઉત્સવ માટે પસંદ કરવામાં આવ્યો હતો, જે દેશમાં ખેડૂતોના કલ્યાણ માટે કામ કરનારા અગ્રણીઓમાંથી એક હતા. આ દિવસને અર્થવ્યવસ્થામાં ભારતીય ખેડૂતોની ભૂમિકાને યાદ કરાવવા માટે નક્કી કરવામાં આવ્યો છે. આ દિવસ ચૌધરી ચરણ સિંહની જ્યંતી પર મનાવવામાં આવે છે કારણ કે તેમણે નાના અને સીમાંત ખેડૂતોના મુદ્દાઓને સૌથી આગળ લાવવામાં મહત્ત્વપૂર્ણ ભૂમિકા ભજવી હતી. તેઓ હંમેશા ખેડૂતોના અધિકારો માટે લડ્યા અને ઉભા રહ્યા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.