કૃષિકાયદાના વિરોધમાં ચાલી રહેલાં ખેડુત આંદોલન વચ્ચે કેન્દ્ર સરકારે મોટો નિર્ણય કર્યો છે. સરકાર 9 કરોડ ખેડુતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા જમા કરાવશે. આ વાતની જાહેરાત કૃષિ મંત્રી નરેન્દ્ર સિંહ તોમારે કરી. તેમણે આશા વ્યક્ત કરી કે, ખેડુતો સાથે ચર્ચા થશે અને ગતિરોધ પૂર્ણ થશે.
તેમણે કહ્યું કે, જુદી-જુદી યોજનાઓ ના માધ્યમથી કૃષિ ક્ષેત્રમાં ખેડુતોને ફાયદો થાય તે સુનિશ્ચિત થશે કે, તેમને યોગ્ય કિંમત મળે. ત્યાં સુધી કે કોરોના મહામારી દરમિયાન આપણે જોયું કે ખેતી અને ખેડુત સંબંધિત કામો પર કોઈ અસર પડી નહોતી.
તોમરે કહ્યું કે, હું બેંકોનો પણ આભાર માનું છું કારણ કે, મહામારી દરમિયાન તેઓ કિસાન ક્રેડિટ કાર્ડ કવર અંતર્ગત એક કરોડથી વધારે ખેડુતોને લાવ્યા અને છેલ્લા આઠ મહિનામાં ખેડુતોને એક લાખ કરોડ રૂપિયા આપ્યા. કૃષિ ક્ષેત્ર અને ખેડુતોની સરળતા માટે અમે કેટલાંક સુધારા કર્યાં છે અને ભવિષ્યમાં પણ વધારે સુધાર લાવીશું.
તેમણે મીડિયાને જણાવ્યું કે, 25 ડિસેમ્બરે એક વર્ચ્યૂઅલ સમારોહમાં 9 કરોડ ખેડુતોના ખાતામાં 18 હજાર કરોડ રૂપિયા મળશે. આ સમારોહમાં વડાપ્રધાન મોદી મુખ્ય અતિથિ હશે. કાલે સાંજ સુધીમાં 2 કરોડ ખેડુતોને આ ઓનલાઈન કાર્યક્રમ માટે પોતાનું રજિસ્ટ્રેશન કરાવ્યું છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.