59 હજાર કરોડની સ્કોલરશિપ યોજનાને મંજુરી, 4 કરોડ SC વિદ્યાર્થીઓને મળશે લાભ

 કેબિનેટે 59 હજાર કરોડ રૂપિયાની પોસ્ટ મેટ્રિત સ્કોલરશિપ યોજનાને મંજુરી આપી દીધી છે. આ યોજનાથી પાંચ વર્ષમાં ચાર કરોડ SC વિદ્યાર્થીઓને ફાયદો થશે. આ જાણકારી કેન્દ્રીય કેબિનેટની બેઠક બાદ આયોજીત કરવામાં આવેલી પ્રેસ કોન્ફરન્સમાં કેન્દ્રીય મંત્રી થાવરચંદ ગહેલોતે આપી. તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે આમાં 35,534 કરોડ રૂપિયા ખર્ચશે અને બાકીની રકમ રાજ્ય સરકાર ખર્ચશે.

આ સિવાય તેમણે જણાવ્યું કે, કેબિનેટે દેશમાં DTH સેવા આપવા માટે દિશા-નિર્દેશ સંશોધનને મંજુરી આપવાનો નિર્ણય કર્યો છે. હવે 20 વર્ષો સુધી જાહેર કરાતા DTH લાઈસન્સ માટે શુલ્ક ત્રિમાસિક લેવામાં આવશે. કેબિનેટે ફિલ્મ પ્રભાગ, ફિલ્મ સમારોહ નિદેશાલય, ભારતના રાષ્ટ્રિય ફિલ્મ અભિલેખાગાર અને રાષ્ટ્રિય ફિલ્મ વિકાસ નિગમ સાથે ભારતીય બાળ ફિલ્મ સોસાયટીના વિલયને મંજુરી આપી દીધી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.