DRDOએ ઇઝરાયેલના મદદથી એવી મિસાઈલ બનાવી છે કે, આ મિસાઈલ 70 કિલોમીટરના વ્યાપમાં આવતા, કોઈ પણ ટારગેટને હિટ કરી શકે છે

DRDOએ ઇઝરાયેલના સહકારથી MRSAM Missile બનાવી છે જેની ટ્રાયલ બુધવારે સફળતાથી કરવામાં આવી હતી. આ મિસાઇલ 70 કિલોમીટરના વ્યાપમાં આવતા કોઇ પણ ટાર્ગેટને હિટ કરી શકે છે.

આ મિસાઇલ પોતાની ધરી પર 360 ડિગ્રી ફરીને એક સાથે એક કરતાં વધુ ટાર્ગેટ પર ત્રાટકી શકે છે. આંખના પલકારામાં એ પોતાના ટાર્ગેટને ઠાર કરી શકે છે.

આ મિસાઇલનો ટેસ્ટ કરવા પહેલાં એક માનવ રહિત યાન બંસીને હવામાં ઊડાડવામાં આવ્યું હતું. એને MRSAM Missileએ ટક્કર મારી હતી. MRSAM Missileનું સર્જન ભારત ડાયનેમિક્સ લિમિટેડ દ્વાર કરવામાં આવ્યું હતું.

એકવાર ભારતીય લશ્કર સાથે આ મિસાઇલ જોડાયા પછી એ લશ્કરની મારકક્ષણતા વધારશે એવી જાણકારી આપવામાં આવી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.