રાહુલ ગાંધીની રાષ્ટ્રપતિ ભવન સુધીની માર્ચ પર પ્રતિબંધ, નવી દિલ્હીમાં 144મી કલમ લાગુ કરાઇ

– ખેડૂતોના ટેકામાં આજે રાષ્ટ્રપતિ ભવન જવાના હતા

નવા કૃષિ કાયદા સામે આંદોલન કરી રહેલા હજારો ખેડૂતોના ટેકામાં રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરવાની કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીને પરવાનગી મલી નહોતી. માત્ર ત્રણ નેતા સાથે રાષ્ટ્રપતિને મળવાની તેમને પરવાનગી અપાઇ હતી.

પાટનગર નવી દિલ્હીમાં આજે ઇન્ડિયન પીનલ કૉ઼ડની 144મી કલમ લાગુ પાડી દેવામાં આવી હતી. રાહુલ ગાંધી વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરવાના હતા.

કેન્દ્ર સરકારે જેટલા પ્રસ્તાવ મોકલ્યા એ બધા ખેડૂતોએ નકારી કાઢ્યા હતા. સરકાર કાયદા પાછા ખેંચવા તૈયાર નથી અને ખેડૂતો કાયદા પાછા ન ખેંચાય ત્યાં સુધી દિલ્હીના સીમાડેથી ખસવા તૈયાર નથી. આમ અત્યારે આ મુદ્દે મડાગાંઠ સર્જાઇ હોવાની છાપ પડી રહી હતી.

પોતે ખેડૂતોની સાથે છે એવું દાખવવા રાહુલ ગાંધીએ આજે વિજય ચોકથી રાષ્ટ્રપતિ ભવન સુધી માર્ચ કરવાની જાહેરાત કરી હતી. પરંતુ સ્થાનિક વહીવટી તંત્રે અને પોલીસે તેમને એ માટે પરવાનગી આપી નહોતી. રાહુલ સાથે અન્ય કોંગ્રેસી સાંસદો પણ જવાના હતા. કોંગ્રેસે એવો દાવો કર્યો હતો કે અમે રાષ્ટ્રપતિને આપવા માટે બે કરોડ લોકોની સહી સાથેનો પત્ર આપવાના હતા કે આ કૃષિ કાયદા ખેડૂતોના હિતની વિરુદ્ધ ઙોવાથી એ પાછા ખેચવાનાં પગલાં રાષ્ટ્રપતિ સરકાર પાસે લેવડાવે.

પરંતુ માર્ચની પરવાનગી ન મળતાં અત્યારે તો કોગ્રેસની એ મનમુરાદ બર આવી નથી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.