કોરોનાં કાળમાં સરકારે અનેક પ્રતિબંધો મુકયા છે,ત્યારે બનાસકાંઠામાં એક લોકડાયરામાં, હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા

બનાસકાંઠા: કોરોના કાળમાં સરકારે અનેક પ્રકારના પ્રતિબંધ મૂક્યા છે ત્યારે ગુજરાતના સરહદી જિલ્લા બનાસકાંઠા (Banaskantha district)માં એક લોક ડાયરા (Lok dayro)માં હજારોની સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. અહીં સોશિયલ ડિસ્ટન્સિંગ (Social Distancing)નું કોઈ જ પાલન થયું ન હતું. લોકો માસ્ક વગર જ ડાયરામાં એકઠા થાય હતા.

ડાયરામાં આવેલા હજારોની સંખ્યામાં લોકોએ કલાકારો પણ નોટો પણ ઉડાડી હતી. આ કાર્યક્રમને જોતા આ વિસ્તારમાં કોરોના ન હોય તેવું લાગી રહ્યું હતું.  ત્યાં સુધી કે આયોજકે તો થરાદ એએસપી પૂજા યાદવનું નામ પણ મુખ્ય મહેમાન તરીકે લખી નાખ્યું હતું.

વડગામડા ગામે ચૌધરી ધનજીભાઈ તરફથી ભવ્ય લોકડાયરાનું આયોજન કરાયું હતું. કોરોના મહામારીના સમયમાં લોકડાયરાનું આયોજન કરતા હજારોની સંખ્યામાં લોકો એકઠા થયા હતા.

આ કાર્યક્રમમાં લોકગાયિકા વનીતા પટેલ, સિદ્ધરાજ ગામોટ, સુરેશ કાપડી, ઈશ્વરદાન ગઢવી સહિત 10 જેટલા નામી કલાકારો પણ ઉપસ્થિત રહ્યા હતા.

ડાયરામાં આવેલા લોકોના અમે પરત કાઢી શકીએ નહીં. ડાયરા માટે અમે માસ્કનું વિતરણ કર્યું હતું. સેનિટાઇઝરની પણ વ્યવસ્થા રાખી હતી. આ ડાયરો મારા ખેતરમાં રાખ્યો હતો. આ માટે ગ્રામ પંચાયતમાંથી મંજૂરી પણ લેવામાં આવી હતી. કલાકારોને પણ ડાયરામાં માસ્ક પહેરી રાખવા માટે આગ્રહ કર્યો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.