વડપ્રધાન નરેન્દ્ર મોદી (Narendra Modi)એ ગુરુવારે પશ્ચિમ બંગાળ (West Bengal)ના શાંતિનિકેતન (Shanti Niketan) સ્થિત વિશ્વ ભારતી યુનિવર્સિટી (Vishwa Bharati University)ના શતાબ્દી સમારોહને વીડિયો કોન્ફરન્સિંગના માધ્યમથી સંબોધિત કર્યું.
સંબોધનમાં વડપ્રધાને કહ્યું કે, વિશ્વ ભારતીની 100 વર્ષની યાત્રા ખૂબ જ વિશેષ છે. વિશ્વ ભારતી, મા ભારતી માટે ગુરુદેવના ચિંતન, દર્શન અને પરિશ્રમનો એક સાકાર અવતાર છે.
ભારત માટે ગુરુદેવે જે સ્વપ્ન જોયું હતું, તે સ્વપ્નને મૂર્તિ રૂપ આપવા માટે દેશને નિરંતર ઉર્જા આપનારું આ એક રીતે આરાધ્ય સ્થળ છે.
ભારત આજે આંતરરાષ્ટ્રીય સૌર ગઠબંધનના માધ્યમથી પર્યાવરણ સંરક્ષણમાં વિશ્વનું નેતૃત્વ કરી રહ્યું છે. ભારત આજે એકમાત્ર મોટો દેશ છે જે પેરિસ સમજૂતીના પર્યાવરણના લક્યો્રને પ્રાપ્ત કરવાના યોગ્ય માર્ગ પર છે.
PMએ વધુમાં કહ્યું કે, જ્યારે આપણે સ્વાતંત્રતા સંગ્રામની વાત કરીએ છીએ તો આપણા મનમાં 19-20મી સદીનો વિચાર આવે છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.