બધા રેકોર્ડ તોડી નાખે એવું ઊંચું તાપમાન અને કારમા દુષ્કાળના મહિનાઓએ ૨૦૨૦ની શરૂઆતથી જ ઓસ્ટ્રેલિયાના લગભગ દરેક જંગલમાં આગ લગાવી.
છેક હવે ડિસેમ્બરના અંત ભાગમાં થોડો વધારે વરસાદ થતાં દાવાનળ ઠરી રહ્યા છે. જોકે એક ઠેકાણે આગ ઠરે તો બીજી જગ્યાએ સૂકાભઠ્ઠ જંગલમાં વીજળી ફરી આગ પ્રગટાવી દે છે. શરૂઆતમાં ઓસ્ટ્રેલિયાના પૂર્વ અને ઉત્તર સરહદનાં જંગલોમાં દાવાનળ ભડકી ઊઠયા હતા. પછી પશ્ચિમ અને દક્ષિણનાં જંગલો પણ અગનજ્વાળાઓમાં લપેટાઈ ગયાં. ડિસેમ્બરની મધ્યમાં તો એવી દશા હતી કે ઓસ્ટ્રેલિયાનો કોઈ જંગલ વિસ્તાર બાકી નહોતો રહ્યો.
૧૦ લાખ પશુ-પંખીઓ નાશ પામ્યાં છે. ઓસ્ટ્રેલિયાના ૨૬ ટકા વ્યાપાર ઉદ્યોગોને જંગલની આગના કારણે નુકસાન થયું છે. ખાસ કરીને માછીમારી અને ટૂરિઝમને મરણતોલ ફટકો પડયો છે. નિષ્ણાતો કહે છે કે હજી ૨૦૨૧ના ફેબ્રુઆરી સુધી જંગલોનો અગનખેલ રોકાવાનો નથી.
અહીંયા વર્ષ દરમિયાન ફાટી નીકળેલા દાવાનળને કારણે અંદાજે ૪૩.૫૯ લાખ એકર જેટલો વિસ્તાર ભસ્મીભૂત થઈ ગયો હતો. અહીંયા વર્ષ દરમિયાન ૯,૬૩૯ જેટલી આગની ઘટનાઓ નોંધાઈ હતી. આ ઘટનાઓમાં ૩૩ લોકોનાં મોત થયા હતા જ્યારે ૨.૦૫૯ અબજ ડોલરનું નુકસાન થયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.