સરકારે કૃષિ કાયદા પાછા ખેંચવા જ પડશે, રાષ્ટ્રપતિને મળ્યા બાદ રાહુલ ગાંધીએ ચેતવણી આપી

– ખેડૂતો સામે દુનિયાની કોઇ શક્તિ જીતી ન શકે

કોંગ્રેસના નેતા રાહુલ ગાંધીએ કહ્યું હતું કે ખેડૂતો અને મજૂરો સામે દુનિયાની કોઇ સરકારની શક્તિ જીતી શકતી નથી. હાલની કેન્દ્ર સરકારે નવા કૃષિ કાયદા પાછા ખેંચવા જ પડશે

રાષ્ટ્રપતિ રામ નાથ કોવિંદની મુલાકાત લઇને બહાર આવેલા રાહુલ ગાંધી પત્રકારો સાથે વાત કરી રહ્યા હતા.

રાહુલ સાથે સાંસદ અધીર રંજન ચૌધરી અને સિનિયર કોંગ્રેસી નેતા ગુલામ નબી આઝાદ હતા. તેમણે કહ્યું કે અમે કૃષિ કાયદાનો વિરોધ કરતો બે કરોડ લોકોની સહી સાથેનો પત્ર રાષ્ટ્રપતિજીને સોંપ્યો હતો. તેમણે કહ્યું કે અમે વડા પ્રધાનને કહી રહ્યા છીએ કે કૃષિ કાયદા પાછાં ખેંચો. ખેડૂતોની શક્તિ સામે દુનિયાની કોઇ શક્તિ ટકી શકતી નથી.

અમે કરોડો લોકોની સહી સાથેનો પત્ર રાષ્ટ્રપતિજી પાસે લઇ ગયા હતા. આ પત્ર લોકોનેા અવાજ છે. કાતિલ ઠંડી વચ્ચે ખેડૂતો આંદોલન કરી રહ્યા છે અને મરી પણ રહ્યા છે. આજે હું ફરી એડવાન્સમાં કહું છું કે ખેડૂતો અને શ્રમિકો સામે કોઇ શક્તિ કદી કારગત નીવડતી નથી. કાયદા પાછાં ન ખેંચાય તો માત્ર ભાજપ કે આરએસએસ નહીં  સમગ્ર દેશને નુકસાન થઇ જશે. મેં કોરોના વખતે પણ એડવાન્સ ચેતવણી ઉચ્ચારી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.