ભારત રત્ન અને દેશના પૂર્વ વડાપ્રધાન અટલ બિહારી વાજપેયીની આજે 96મી જન્મજયંતિ છે.
80 અને 90ના દશકમાં પેદા થયેલા અથવા મોટા થયેલા દરેક વ્યક્તિના મનપસંદ નેતાની લિસ્ટમાં અટલજીનું નામ સૌથી ઉપર રહ્યું છે. આવો આજે તેમના જીવન સાથે જોડાયેલી રસપ્રદ વાતો કરીએ.
લગ્નથી જોડાયેલો પ્રશ્ન અટલજીને પણ પુછવામાં આવતો હતો, પરંતુ જ્યારે પણ આ પ્રશ્ન પુછવામાં આવતો ત્યારે તેઓ ચિંતિત નહોતા થતા, પરંતુ ઘણી જ શાંત અને સંયમિત રીતે તે પ્રશ્નોનો જવાબ આપતા હતા. અનેકવાર તો તેઓ કહેતા હતા કે, “વ્યસ્તતાના કારણે આવું ના થઈ શક્યું” અને પછી હસી પડતા હતા.
તેમના નજીકના લોકો તો એ પણ કહે છે કે તેમણે રાષ્ટ્રીય સ્વયં સેવક સંઘ માટે આજીવન અવિવાહીત રહેવાનો નિર્ણય લીધો હતો. અટલ બિહારી વાજપેયીનું પૈતૃક ગામ યૂપીના બટેશ્વરમાં હતુ.
જોકે લોકોને એ પણ પ્રશ્ન છે કે તેમણે ક્યારેય લગ્ન કેમ ના કર્યા. તેનું સાચું કારણ અને ચોક્કસ જવાબ કોઈને નથી ખબર. જોકે આ વિશે તેઓ સદનમાં વિરોધ પક્ષના હુમલાઓ વચ્ચે જણાવી ચુક્યા છે કે, “હું અવિવાહિત જરૂર છું, પરંતુ કુંવારો નથી.” ઘણા ઓછા લોકોને ખબર છે કે અટલ બિહારી વાજપેયીએ લગ્ન નહોતા કર્યા, પરંતુ તેમની એક દીકરી પણ હતી. જેમનું નામ નમિતા ભટ્ટાચાર્ય છે જે અટલજીની દત્તક પુત્રી છે.
દોસ્તીની નૈતિકતા
અટલજીની દોસ્તીની નૈતિકતા એવી હતી કે રાજકુમારી કૌલના પતિ બ્રિજ નારાયણ કૌલને પણ આના પર કોઈ વાંધો નહોતો. રાજકુમારી કૌલે 80ના દશકમાં એક મેગેઝીનમાં આપેલા ઇન્ટરવ્યૂમાં કહ્યું હતુ કે, “અટલની સાથે પોતાના સંબંધને લઇને મારે ક્યારેય મારા પતિને સ્પષ્ટીકરણ નથી આપવું પડ્યું. અમારો સંબંધ સમજના સ્તરે ઘણો મજબતૂ હતો.”
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.