26 ડિસેમ્બરથી શરૂ થઈ રહેલી, બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટિમ ઇન્ડિયા દ્વારા, કરવામાં આવી રહી છે આકરી પ્રેક્ટિસ

26 ડિસેમ્બરથી શરૂ થઇ રહેલી બોક્સિંગ ડે ટેસ્ટ માટે ટીમ ઇન્ડિયા દ્વારા આકરી પ્રેક્ટિસ કરવામાં આવી રહી છે. ગુરૂવારે નેટ પ્રેક્ટિસ દરમિયાન ખેલાડીઓએ રેસલિંગ જેવી ડ્રીલમાં પણ ભાગ લીધો હતો, જેમાં બે ખેલાડી એકબીજાને પછાડવાનો પ્રયાસ કરતાં જોવા મળ્યા હતા.

નેટ પ્રેક્ટિસ દરમિયાન નેટ બોલર તરીકે બોલિંગ કરતા ટી નટરાજને સૌથી વધુ પ્રભાવિત કર્યા હતા અને તેણે કાર્યકારી કેપ્ટન અંજિકેય રહાણે અને ચેતેશ્વર પુજારા સામે પ્રભાવક બોલિંગ કરી હતી.

બીજી ટેસ્ટની અંતિમ ઇલેવનમાં જેનું સ્થાન નક્કી માનવામાં આવે છે તે લોકેશ રાહુલે નેટ પર લાંબો સમય ગાળ્યો હતો, જ્યારે ઋષભ પંતે પણ લાંબા સમય સુધી પ્રેક્ટિસ કરી હતી.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.