કોરોના ગાઇડલાઇનના કારણે, આ વર્ષે ચર્ચમાં, લોકોની ઓછી જોવા મળી રહી છે ભીડ, દેશ અને દુનિયામાં આજે મચી રહી છે ક્રિસ્મસની ધૂમ

દેશ અને દુનિયામાં આજે ક્રિમમસની ધૂમ છે. કોરોના ગાઇડલાઇનના કારણે આ વર્ષે ચર્ચમાં લોકોની ઓછી ભીડ જોવા મળી રહી છે.

પશ્ચિમ બંગાળની મુખ્યમંત્રી મમતા બેનર્જીએ ગુરુવારે શહેરના એક ચર્ચમાં પ્રાર્થના સભામાં ભાગ લીધા બાદ લોકોને ક્રિસમસની શુભકામનાઓ પાઠવી. તેઓએ કહ્યું કે, બંગાળની આ સુંદરતા છે કે આપણે તમામ તહેવાર ઉજવીએ છીએ અને શાંતિ, પ્રસન્નતા અને ઉલ્લાસનો સંદેશ આપીએ છીએ.

દિલ્હી, પશ્ચિમ બંગાળ, જમ્મુ-કાશ્મીર, પંજાબ, ઉત્તર પ્રદેશ, મધ્ય પ્રદેશ અને ગોવા સહિત દેશના લગભગ દરેક રાજ્યમાં ક્રિસમસ ધૂમધામથી ઉજવવામાં આવી રહી છે. ક્રિસમસ પર ગોવામાં ખાસ ચહલ પહલ જોવા મળી રહી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.