રાષ્ટ્રપતિ આજે તા.25ના બપોરે વાયુમાર્ગે રાજકોટથી દીવ પહોંચશે. અહીં દીવમાં નવા બનેલા જલંધર સરકીટ હાઉસનું ઉદ્દઘાટન કરશે. દીવમાં રાષ્ટ્રપતિ વિવિધ પ્રોજેક્ટના ઉદ્દઘાટન શિલાન્યાસ કરવાના છે.
જાણીતો સ્થળો ઉપર 3 દિવસ આડકતરી પ્રાબંધી અને અભેદ્ય કિલ્લેબંધી કરવામાં આવી છે.
શુક્રવારે રાજકોટ એરપોર્ટ પર રાષ્ટ્રપતિના આગમનના કારણે મુંબઈ અને દિલ્હીની ફ્લાઈટ સવારને બદલે સાંજે ઉડાન ભરશે. રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ રાજકોટ એરપોર્ટ પર પધારવાના હોવાથી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવાઈ જશે
સ્પાઈસ જેટની મુંબઈની ફ્લાઈટ સવારે 7.15 વાગ્યે રાજકોટ પહોચે છે તે ફ્લાઈટ સાંજે 6.05 વાગ્યે રાજકોટ પહોચશે અને ત્યારબાદ 6.35 વાગ્યે ફ્લાઈટ મુંબઈ જવા ઉડાન ભરશે. આ સાથે જ દિલ્હીની ફ્લાઈટ જે સવારે 9 વાગ્યે રાજકોટ આવે છે તે ફ્લાઈટ પણ સાંજે 5.15 વાગ્યે રાજકોટ પહોચશે અને પછી 5.45 વાગ્યે ફ્લાઈટ દિલ્હી જવા ઉડાન ભરશે. રાષ્ટ્રપતિના કાર્યક્રમને કારણે બન્ને ફ્લાઈટના સમયમાં ફેરફર કરાયા છે.
રાષ્ટ્રપતિ આજે બપોરે બારેક વાગ્યાના સુમારે રાજકોટ એરપોર્ટ પર આવી પહોંચશે. હાલના પ્રોગ્રામ મુજબ એરપોર્ટ પરથી જ સીધા દિવ જવા રવાના થશે. અહીં માત્ર દસ મિનિટનું રોકાણ છે. સી.પી., જેસીપીના નજર હેઠળ ડીસીપી, આઠ એસીપી, આઠ પી.આઈ. 55 પીએસઆઈ, 400થી વધુ એએસઆઈથી લઈ કોન્સ્ટેબલ, એસઆરપી, ટીઆરબી મળી 700થી વધુનો સ્ટાફ બંદોબસ્તમાં રહેશે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.