ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પ્રવેશેલા, મિસિસ બેકટર્સ ફૂડના, આઈપીઓમાં રિટેલ રોકાણકારોને,કુલ ઓફ્રના 35 ટકા શેર્સ ફાળવવામાં આવ્યાં હતાં

મિસિસ બેક્ટર્સ ફૂડનો આઈપીઓ નાના રોકાણકારો માટે મોટો જેકપોટ બન્યો હતો. ગુરુવારે લિસ્ટિંગના દિવસે કંપનીની રૂ. ૨૮૮ની ઓફર ભાવ સામે રૂ. ૬૦૦ની ટોચ પર બમ્પર પ્રીમિયમ દર્શાવનાર કંપનીના શેરમાં રિટેલ ઇન્વેસ્ટર્સે લગભગ રૂ. ૨૦૦ કરોડ કમાયા હતાં. જેણે કંપનીને ચાલુ વર્ષના ટોચના ચાર આઈપીઓમાં સ્થાન અપાવ્યું.

ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં પ્રવેશેલા મિસિસ બેક્ટર્સ ફૂડના આઈપીઓમાં રિટેલ રોકાણકારોને કુલ ઓફ્રના ૩૫ ટકા શેર્સ ફાળવવામાં આવ્યાં હતાં.

રિટેલ હિસ્સાનું ભરણું ૨૯ ગણું છલકાયું હતું. આમ ૨૯ અરજીમાંથી એક અરજી પર શેર ૫૦ શેર્સની ફાળવણી થઈ હતી. જે માટે રોકાણકારે રૂ. ૧૪,૪૪૦નું ચુકવણું કર્યું હતું

લિસ્ટિંગના દિવસે બંધ ભાવે કંપનીએ રૂ. ૩,૪૦૦ કરોડનું માર્કેટ-કેપ દર્શાવ્યું હતું.

જોકે હાઇ નેટવર્થ ઇન્ડિવિડયૂઅલ રિટેલ જેટલા નસીબદાર નહોતાં રહ્યાં. સામાન્યરીતે રૂ. એક કરોડથી વધુની અરજી કરતાં આવા મોટાભાગના રોકાણકારોને ખર્ચ માથે પડયો હતો. એટલે કે, રૂ. ૨૮૮ના ઓફર ભાવ ઉપરાંત તેમને શેર દીઠ રૂ. ૨૮૦નો ખર્ચ બેસતો હતો.

જેમાં શેર્સ લાગવાની શક્યતા અતિશય ધૂંધળી હતી. ઊંચી એચએનઆઈ માગને કારણે જ ભરણંુ ૧૯૯ ગણું છલકાયું હતું. એટલે કે રૂ. ૫૪૦ કરોડની ઓફર સામે રૂ. ૧.૦૭ લાખ કરોડની માગ જોવા મળી હતી. જે રોકાણકારો ગ્રે-માર્કેટમાં તેમનું ફોર્મ વેચી અને તેમને શેર્સની ફાળવણી થઈ હતી. તેમણે પણ મોટો અફસોસ કરવાનો થયો હતો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.