કોરોનાને ધ્યાનમાં લઈ ને, ફર્સ્ટકલાસ ક્રિકેટર્સને, યોગ્ય વળતર આપવાનો નિર્ણય કરાયો

કોરોનાને ધ્યાને લઇ ફર્સ્ટક્લાસ ક્રિકેટર્સને યોગ્ય વળતર આપવાનો નિર્ણય કરાયો
અહીં મળેલી બીસીસીઆઇની વાર્ષિક સામાન્ય સભામાં એવો પણ નિર્ણય કરાયો હતો કે તમામ પુરૂષ અને મહિલા ફર્સ્ટક્લાસ ક્રિકેટર્સને કોવિડ-19 રોગચાળાને કારણે સુધારાયેલી ડોમેસ્ટિક સિઝનને ધ્યાને રાખીને યોગ્ય વળતર આપવામાં આવશે.

ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડની સંચાલન સંસ્થાની ગુરૂવારે અહીં મળેલી વાર્ષિક સામાન્ય સભા (એજીએમ) દરમિયાન ઇન્ડિયન પ્રીમિયર લીગ (આઇપીએલ)માં બે નવી ફ્રેન્ચાઇઝીને સામેલ કરવાને મંજૂરી આપવાની સાથે જ 2028ની ઓલિમ્પિક ગેમ્સમાં ક્રિકેટને સામેલ કરવાની આઇસીસીની કવાયતનું પણ સમર્થન કરવાનો નિર્ણય આ બેઠકમાં લેવાયો હતો

એજીએમમાં સામેલ એક સભ્યએ કહ્યું હતું કે આઇઓસી પાસે અમારી ટીમ કેટલાક સ્પષ્ટીકરણ ઇચ્છે છે. ચોક્કસ ક્રિકેટનો ઓલિમ્પિક્સમાં સમાવેશ જોરદાર ગણાશે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.