ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ પોતાના નિવેદનમાં કહ્યું હતું કે અમે સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં ત્રીજી ટેસ્ટ અને ગાબાને ચોથી ટેસ્ટની યજમાનીની પુરી તક આપીશું. સિડનીમાં જો સ્થિતિમાં સુધારો નહીં થાય તો તાકીદની યોજના હેઠળ અમે વિક્ટોરિયા સરકારની સાથે મળીને ત્રીજી ટેસ્ટ મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડ પર કરાવીશું અને ચોથી ટેસ્ટ બ્રિસ્બેનમાં રમાશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરૂવારે કહ્યું હતું કે સિડનીમાં કોરોના વાયરસના નવા કેસ મળ્યા હોવા છતાં ત્રીજી ટેસ્ટ તેના મુળ કાર્યક્રમ અનુસાર જ કરાવવાના પ્રયાસ ચાલી રહ્યા છે, જો કે સ્થિતિ નહીં સુધરે તો ત્રીજી ટેસ્ટની યજમાની મેલબોર્નને સોંપવાનો વિકલ્પ તૈયાર રખાયો હોવાનું તેમના દ્વારા જણાવાયું હતું.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.