વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં આવેલી તેજીની અસર, સ્થાનિક સરાફા બજાર પર જોવા મળી રહી છે

નિષ્ણાતોનાં જણાવ્યા મુજબ વૈશ્વિક સ્તરે સોનાની કિંમતોમાં આવેલી તેજીની અસર સ્થાનિક સરાફા બજાર પર પણ જોવા મળી રહી છે, આંતરાષ્ટ્રિય બજારમાં આ વર્ષે સોનાનો ભાવ 23 ટકાથી વધુ ચઢ્યો છે, આ કારણે ઓગસ્ટમાં ભારતીય બજારમાં સોનાનો ભાવ રેકોર્ડ 56,200 રૂપિયા પ્રતિ 10 ગ્રામ પર પહોચી ગયો.

વર્ષ 2005થી અત્યાર સુધી સોનાનાં રોકાણમાં ત્રીજી વખત આટલી મોટી કમાણી થઇ છે, અને માત્ર બે વખત મુડી રોકાણમાં નુકસાન ઉઠાવવું પડ્યું છે. વર્ષ 2013 માં તેની કિંમત 18.7 ટકા ઘટી હતી.

ગોલ્ડમેન સાક્સે પણ વર્ષ 2021માં સોનાની કિંમતે વધશે તેવી આશા વ્યક્ત કરી અને કહ્યું કે બિટકોઇનનાં ફેલાવાની પણ તેની પર અસર નહીં પડે, જો કે કેટલાક નિષ્ણાતોએ તેમાં થોડા ઘટાડાની આશંકા વ્યક્ત કરી છે, કારણ કે રોકાણકારો હવે ફરીથી શેર અને મ્યુચ્યુઅલ ફ્ંડ જેવી જોખમી સંપત્તીઓમાં ફરીથી રોકાણ કરવા લાગ્યા છે.

 

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.