દરેક વિદ્યુત ગ્રાહકને વિદ્યુત સેવા મેળવવા માટેના, હક તથા સેવાની ગુણવત્તા મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો

દરેક વિદ્યુત ગ્રાહકને વિદ્યુત સેવા મેળવવા માટેના હક તથા સેવાની ગુણવત્તા મેળવવાનો અધિકાર આપવામાં આવ્યો છે. ચેમ્બરના પ્રમુખ દિનેશ નાવડિયાએ જણાવ્યું હતું કે, વીજળી પુરવઠો પૂરી પાડતી મોટા ભાગની કંપનીઓ દેશભરમાં મોનોપોલિસ્ટીક માર્કેટ સ્ટ્રકચર ધરાવતી હોય છે. આથી કરીને ગ્રાહકોને યોગ્ય સેવા મેળવવામાં ઘણી તકલીફ પડતી હતી.

ગુજરાતમાં રેગ્યુલેટરી કમિશન દ્વારા વર્ષે વર્ષાંતર ગ્રાહકલક્ષી ચૂકાદાઓ પિટિશનની સામે આપવામાં આવે છે. પરંતુ ગ્રાહકોના હકની ગાઇડલાઇન ન હોવાને કારણે પીડિત ગ્રાહકે રીલિફ મેળવવા માટે કમિશન સુધી લાંબા થવું પડતું હતું.

ગ્રાહકો માટેના નવા નિયમ મુજબ વીજળી પુરવઠો પુરી પાડતી કંપનીઓએ ગ્રાહકોને મેટ્રો શહેરોમાં ૭ દિવસમાં, અન્ય શહેરોમાં ૧પ દિવસમાં અને ગ્રામિણ વિસ્તારમાં ૩૦ દિવસની સમય મર્યાદામાં વીજળી જોડાણ આપવાના રહેશે. આ અંગેનું ઉલ્લંઘન કરનાર કંપની સામે દંડાત્મક કાર્યવાહી કરવા સુધીની જોગવાઇ નવા નિયમમાં કરવામાં આવી છે.

. નવા નિયમોમાં મીટરિંગ મેનેજમેન્ટ, બિલિંગ અને ચૂકવણી, ડિસ-કનેકશન અને રિ-કનેકશન, સપ્લાય વિશ્વસનિયતા, વળતર પદ્ધતિ, ઉપભોકતા સેવાઓ માટે કોલ સેન્ટર અને ફરિયાદ સમાધાન વ્યવસ્થાનો સમાવેશ કરવામાં આવ્યો છે. ભારત સરકારની આ પહેલને ચેમ્બર દ્વારા આવકારવામાં આવી છે.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.