સુરતમાં પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના જન્મદિવસની ઊજવણીની શાહી સુકાઈ નહોતી, ત્યાં વધુ એક બર્થ ડે પાર્ટીએ જગાવ્યો વિવાદ

સુરતમાં (Surat) પાસ કન્વીનર અલ્પેશ કથીરિયાના જન્મદિવસની ઊજવણીની શાહી સુકાઈ નહોતી ત્યાં વધુ એક બર્થ ડે પાર્ટીએ વિવાદ જગાવ્યો છે. શહેરના ગોપીપુરા વિસ્તારના માથાભારે સુર્યા બંગાળીએ પોતાના જન્મદિવસની ઊજવણી ફાર્મહાઉસમાં  પાર્ટી કરીને ઊજવતા વિવાદ થયો છે. સુર્યા મરાઠી બાદ સુરતમાં નવા સુર્યાનો વિવાદિત ઉદય થતા પોલીસ માટે પડકાર બન્યો છે.

ગોપીપુરામાં રાયચંદ દીપચંદ સ્કૂલ પાસે અડ્ડો જમાવી ટપોરીગીરી કરતા સૂર્યા બંગાળીએ – ક્રિસમસના દિને પોતાની બર્થ ડે શહેરના છેવાડાના  ફાર્મહાઉસમાં આયોજિત કરી હતી આ બર્થ ડે  પાર્ટીમાં મોટી સંખ્યામાં લોકોની હાજરી હતી.

કામરેજના બર્થ ડે સેલિબ્રેશન અંગે જિલ્લા પોલીસે કડક એક્શન લીધા હતા ત્યારે સૂર્યા બંગાળીએ પણ બર્થ ડે સેલિબ્રેશનના નામે જાહેરનામાનો ભંગ કર્યો હતો જોકે આ માથાભારે , સૂર્યા બંગાળી બર્થ ડે સેલિબ્રેશનના નામે તાયફા કરવામાં નામચીન છે .

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.