સ્વાસ્થ્યની જાળવણી માટે વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO) એ, આગામી વર્ષે ધ્યાનમાં લેવા જેવા દસ મુદ્દા કર્યા રજૂ

સ્વાસ્થ્યની જાળવણી માટે વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન (વિશ્વ આરોગ્ય સંસ્થા)એ આગામી વર્ષે ધ્યાનમાં લેવા જેવા દસ મુદ્દા રજૂ કર્યા છે.

1. અચાનક આવી શકતા રોગચાળા સામે દરેક દેશ પોતાની રીતે તૈયાર રહે. આપણે શું એવી ભાવનાને બદલે એકતાપૂર્વક કામ કરવું પડશે.

2. કોરોના ટેસ્ટની ઝડપ વધારવી, રસી તૈયાર થઈ રહી છે, એ સૌ નાગરિકો સુધી પહોંચે તેની વ્યવસ્થા કરવી અને રોગચાળો ફેલાતો અટકાવવા તેના મૂળ સુધી પહોંચવાનો પ્રયાસ કરવો.

3. ઈમર્જન્સીને કેમ પહોંચી વળવું તેની તૈયારી કરવી. ભારત જેવા દેશો આરોગ્ય મુદ્દે પછાત સાબિત થયા કેમ કે આપણી પાસે તો વેન્ટિલેટર અને ઓક્સિજન પણ ખૂટવા આવ્યો હતો.

4. આરોગ્યની સેવામાં ભારે અસામનતા છે, તે દૂર કરવી. કોરોનાએ એ પણ સાબિત કરી આપ્યું કે રોગચાળો ગમે ત્યારે ગમે તેનો ભોગ લઈ શકે છે,

5. આરોગ્ય વિજ્ઞાનનું મહત્ત્વ સમજી તેની પાછળ ખર્ચ વધારવો અને ટેકનોલોજીનો મહત્તમ ઉપયોગ કરવો.

6. પોલીયો, મલેરિયા, એચઆઈવી, ટીબી જેવા રોગો કાબુમાં રહે-નાબુદ થાય તેના પ્રયાસો આ વખતે કોરોનાને કારણે અટક્યો છે, તે ફરીથી ચાલુ કરવો

7. ઘણા દેશોમાં પ્રાથમિક આરોગ્યની સુવિધાઓ વિકસી શકી નથી. વર્લ્ડ હેલ્થ ઓર્ગેનાઈઝેશન એ માટે કામ કરે છે, અન્ય દેશોએ પણ મદદ કરવી

8. ચેપી નથી એવા રોગો જેમ કે ડાયાબિટિસ, હાર્ટ, કેન્સર, બ્લડ પ્રેશર વગેરેને કાબુમાં રાખવા વિશેષ પ્રયાસ કરવો.

9.પર્યાવરણ અને પ્રકૃત્તિના જતન પર ધ્યાન આપવું કેમ કે કોરોનાવાઈરસ કે પછી અન્ય ઘાતક વાઈરસો અંતે તો જંગલમાંથી જ બહાર નીકળ્યા છે.

10. રાષ્ટ્ર, સંસ્થા, જ્ઞાતિ-જાતિ.. વગેરે ભેદ પડતા મુકીને સ્વસ્થ જગતની સ્થાપના માટે એક થઈ કામ કરવું. વૈશ્વિક આરોગ્ય જાળવણી માટે ડબલ્યુએચઓ જેવી સંસ્થાઓનેે મદદ કરતી રહેવી

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.