– રહાણેએ અડધી સદી ફટકારી છે. ભારતને મજબૂત સ્થિતિમાં પહોંચાડતા રહાણેએ 112 બોલમાં અડધી સદી ફટકારી છે.
– મિશેલ સ્ટાર્કની ઓવરમાં પંત પેનના હાથે કેચ આઉટ થયો. પંત 29 રન કરીને આઉટ થતાં ભારતને પાંચમો આંચકો લાગ્યો. રહાણેને સાથ આપવા રવિન્દ્ર જાડેજા ક્રીઝ પર આવ્યો છે. ભારતે પાંચમી વિકેટ 173 રને ગુમાવી.
– નાથન લાયનની ઓવરમાં હનુમા વિહારી સ્મિથના હાથે કેચ આઉટ થઈ ગયો. વિહારીએ 66 બોલમાં 21 રન કર્યા. ભારતે 116 રને ચોથી વિકેટ ગુમાવી. રહાણેનો સાથ આપવા પંત આવ્યો છે.
ઑસ્ટ્રેલિયા પ્લેઇંગ XI: જો બર્ન્સ, મૈથ્યૂ વેડ, માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મીથ, ટ્રેવિસ હેડ, કમરન ગ્રીન, ટિમ પેન (કેપ્ટન, વીકેટકીપર), પેટ કમિન્સ, મિચેલ સ્ટાર્ક, જોશ હેઝલવુડ, નાથન લૉયન.
ભારત પ્લેઇંગ XI: અજિંક્ય રહાણે (કેપ્ટન), મયંક અગ્રવાલ, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, હનુમા બિહારી, ઋષભ પંત, રવીન્દ્ર જાડેજા, આર અશ્વિન, ઉમેશ યાદવ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાઝ.
પ્રથમ દિવસે ભારતીય (Team India) બોલરોએ સારું પ્રદર્શન કરતા ઑસ્ટ્રેલિયા (Australia)ની ટીમને 195 રન પર રોકી દીધી હતી. જે બાદમાં બેટિંગ માટે ઉતરેલી ભારતીય ટીમે દિવસના અંત સુધીમાં એક વિકેટ બનાવીને 36 રનનો સ્કોર બનાવ્યો હતો. બીજો દિવસ ભારતના બેટ્સમેનોના નામે રહ્યો અને તેમાં ખાસ કરીને કેપ્ટન અજિંક્ય રહાણેના નામે રહ્યો. રહાણેએ સુંદર બેટિંગનું પ્રદર્શન કરતાં સદી ફટકારતાં ટીમ ઈન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે મજબૂત સ્થિતિમાં આવીને ઊભું થઈ ગયું છે
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.