રિપોર્ટ અનુસાર વલસાડમાં ભાજપ પ્રદેશ અધ્યક્ષ સી.આર. પાટીલ અને આદિજાતિ વિકાસમંત્રી રમણ પાટકરની ઉપસ્થિતિમાં ઉમરગામ પાલિકામાં થયેલા 805.84 લાખના ખર્ચે રસ્તા, પાણી અને ગટરના કામોનું લોકાર્પણ અને ખાતમૂહૂર્ત કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો. ભાજપના કાર્યક્રમમાં સામાજિક અંતર અને માસ્કના નિયમોના ધજાગરા થયા હોવાનું સામે આવ્યું હતું. ભાજપ પ્રદેશ સી.આર. પાટીલે સોળસુંબામાં હોલનું ઉદ્ઘાટન કર્યું હતું અને ત્યારબાદ તેઓ જાહેર કાર્યક્રમમાં હાજર રહેવાના તેઓ બદલે નીકળી ગયા હતા.
જાહેર કાર્યક્રમમાં સી.આર.પાટીલની હાજરી ન હોવાનું કારણ છે કે, આ હોલના ઉદ્ઘાટન બાદ જે જાહેર કાર્યક્રમ થયો હતો તેમાં કોરોનાની ગાઈડલાઈનના ધજાગરા થયા હતા અને મંચ પર મોટી સંખ્યામાં લોકો એકઠા થઇ ગયા હતા. તેથી તો સામાજિક અંતર નિયમોનો ભંગ થયો હતો.
સી.આર. પાટીલે મીડિયા સાથે વાતચીત કરતા જણાવ્યું હતું કે, અમે ઉદ્ઘાટનનો કાર્યક્રમ કર્યો છે પરંતુ સભાની મંજૂરી લીધી ન હોતી એટલે સભા નથી કરી.
ભાજપના આ કાર્યક્રમમાં ભાજપના પ્રદેશ અધ્યક્ષ સી.આર પાટીલ, સાંસદ કે.સી. પટેલ, ધારાસભ્ય કનુ દેસાઈ, અરવિંદ પટેલ, ચીફ ઓફિસર વિપુલ પરમાર, નગરપાલિકાના ઉપપ્રમુખ જાગૃતીબેન, જિલ્લામાં ભાજપના હેમંત કંસારા, ઉમરગામ તાલુકાના પ્રમુખ મુકેશ પટેલ, પ્રકાશ પટેલ, જિલ્લા પંચાયતના પ્રમુખ મણિલાલ પટેલ, મહેશ ભટ્ટ અને અલગ-અલગ સમિતિના ચેરમેન અને પાલિકાના સભ્યોની હાજરી રહી હતી.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.