પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા મુખ્ય આરોપી ગુડું પાંડે જે એક ગેંગ બનવવા માંગતો હતો.સુરતઃ સુરત (surat)પાંડેસરામાં એક જ રાતમાં લૂંટ સહિતના ગંભીર ગણાય એવા 14 ગુનાઓને અંજામ આપનાર ટોળકીના ચાર સાગરીતોને પાંડેસરા પોલીસે (Pandesara police)બાતમીના આધારે ઝડપી પાડ્યા છે. આ ટોળકીએ છેલ્લા ચાર મહિનામાં અલગ-અલગ વિસ્તારમાં 25 ગુનાઓ આચર્યા છે.
બે દિવસ પહેલા પાંડેસરામાં એક લૂંટનો બનાવ બન્યો હતો. તેમજ મોબાઇલ સ્નેચિંગના બનાવો પણ બન્યા હતા. તેથી પોલીસે પોલીસ સ્ટેશન વિસ્તારમાં પેટ્રોલિંગ વધારી દીધું હતું. તે દરમિયાન સર્વેલન્સ ટીમને બાતમી મળી હતી કે પાંડેસરા વિસ્તારમાં લૂંટ કરનારાઓ બમરોલી રોડ પર એક ચાની દુકાન પર ભેગા થયા છે. એટલે પોલીસે બાતમીવાળા જગ્યાએ ગઈ હતી જ્યાં આરોપીઓ મળી આવ્યા હતા.
ઝડપાયેલા આરોપીઓના નામ ગુડ્ડુ ઉર્ફ ગુલાબ ખત્રી રામકરણ પાંડે, સુરજ ઉર્ફ ટીડ્ડી રમાશંકર વિશ્વકર્મા, વિક્રમ ઉર્ફ કાઉ રમેશ નાયક અને વિકાસ મોહનસિંગ રાજપૂતની ધરપકડ કરી હતી. તેમની પાસેથી પોલીસે મોટર સાઈકલ, 17 મોબાઇલ ફોન, સોનાના દાગીના, બે રેમ્પો છરા, રામપુરી ચપ્પુ સહિત 1.14 લાખ રૂપિયાનો મુદ્દામાલ કબ્જે કર્યો છે.
આ ટોળકી દ્વારા છેલ્લા કેટલાક સમયથી સતત પોલીસના નાકે દમ કરી મૂક્યો હતો. ઉપરાંત આખરે પોલીસે નક્કી કર્યું કે આ ધાડ લૂંટ કરતી ગેંગને પકડી પાડવી છે તેના આધારે પોલીસે આખરે ટોળકીને પકડી પાડ્યા. જ્યારે પોલીસે આ આરોપીઓની ધરપકડ કરી પૂછપરછ કરતા મુખ્ય આરોપી ગુડું પાંડે જે એક ગેંગ બનવવા માંગતો હતો. જેથી તે તેના મિત્રો સાથે મળીને રાત્રીના સમયે રોડ પર આવતા જતા એકલ દોકલ લોકોને ટાર્ગેટ કરતા અંશ તેમની પાસે રહેલા રોકડા રૂપિયા અને મોબાઈલ ફોનની લૂંટ કરતા હતા.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.