ખેડૂત આંદોલન : કેન્દ્ર સરકાર 30 ડિસેમ્બરે ખેડૂતો સાથે બેઠક કરશે

–     બુધવારે બપોરે બે વાગે સરકાર અને ખેડૂતો વચ્ચે કૃષિબિલ અંગે ચર્ચા થશે

દિલ્હીની સરહદ ઉપર છેલ્લા એક મહિના જેટલા સમયથી ખેડૂતો ધરણા ઉપર બેઠા છે. કેન્દ્ર સરકાર દ્વારા લાગુ કરવામાં આવેલા ત્રણ નવી કૃષિ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. ત્રણે કૃષિ કાયદાની માંગ સાથે ખેડૂતો પ્રદર્શન કરી રહ્યા છે. ત્યારે અત્યર સુધીમાં ખેડૂતો અને સરકાર વચ્ચે ઘણી વખત વાતચીત અને સમાધાનના પ્રયાસ થયા છે પરંતુ તે તમામનું કંઇ પરિણામ આવ્યું નથી. તેવામાં હવે ફરી એક વખત સરકાર અને ખેડૂતો વચ્ચે આ મુદ્દે બેઠક થવા જઇ રહી છે. સરકારે પ્રદર્શનકારી ખેડૂતોને 30 ડિસેમ્બરે વાતચીત માટે આમંત્રણ આપ્યું છે.

કેન્દ્રિય કૃષિ સચિવે સોમવારે આ જણકારી આપી છે. તેમણે ખેડૂતોને બુધવારે 2 વાગે વાતચીત માટે બોલાવ્યા છે. સરકારે જણાવ્યું કે તેઓ ખુલ્લા મને તમામ મુદ્દાઓના સામાધાન માટે પ્રતિબદ્ધ છે. ઉલ્લેખનીય છે કે પ્રદર્શનકારી ખેડૂતો દ્વારા સરકારને જે ચિઠ્ઠી લખવામાં આવી હતી તેમાં તેમણે 29 ડિસેમ્બરે વાતચીત કરવા માટેનો પ્રસ્તાવ મોકલ્યો હતો. ત્યારે સરકારે ખેડૂતોએ આપેલી આ તારીખને એક દિવસ લંબાવીને 30 ડિસેમ્બર કરી છે.

આ પહેલા સરકાર ને ખેડૂતો વચ્ચે 6 વખત વાતચીત થઇ ચૂકી છએ, જેનું કોઇ સામાધાન નિકળ્યું નથી. ખેડૂતો એક જ માંગહ કરી રહ્યા છે કે નવા કૃષિ કાયદાઓને પરત લેવામાં આવે. ત્યારે આ વખતે સરકારે ખેડૂતોને વાતચીત માટેનો સમય અને તારીખ નક્કી કરવાનું કહ્યું હતું. ખેડૂતો સાથે વાતચીત પહેલા ગૃહમંત્રી અમિત શાહ, રેલમંત્રી પિયુષ ગોયલ અને કૃષિમંત્રી નરેન્દ્ર સિંહ તોમર વચ્ચેબેઠક પણ યોજાઇ છે.

કૃષિ સચિવે કહ્યું કે બેઠકમાં ત્રણે નવા કૃષિ કાયદાઓ, એમએસપીની વર્તમાન વ્યવસ્થા, સેન્ટ્રલ ઇલેક્ટ્રિસિટિ બિલ અને પ્રદુષણ માટે લાવવામાં આવેલા અધ્યાદેશ ઉપર પણ ચર્ચા કરવામાં આવશે. ત્યારે હવે જોવાનું રહ્યું કે સરકાર ને ખેડૂતો વચ્ચેની આ બેઠકમાં સમસ્યાનું કોઇ સામાધાન મળે છે કે પછી દર વખતની જેમ આ બેઠક પણ નિરર્થક સાબિત થશે.




લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.