આ બિલથી અમેરિકામાં કોરોનાનાં કારણે રોજગાર ગુમાવનારા લોકોને મોટી રાહત મળશે
અમેરિકાનાં પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે રવિવારે 900 બિલિયન ડોલર ( લગભગ 66 લાખ કરોડ રૂપિયા) નાં કોવિડ-19 રાહત બિલ પર હસ્તાક્ષર કર્યા, આ રીતે તેમણે ઘણા દિવસોથી ચાલી રહેલી અટકળોને સમાપ્ત કરી દીધી, અમેરિકાભરમાં નોકરીઓ અને લોકો તેની લાંબા સમયથી માંગ કરી રહ્યા હતાં. આ બિલથી અમેરિકામાં કોરોનાનાં કારણે રોજગાર ગુમાવનારા લોકોને મોટી રાહત મળશે.
ટ્રમ્પે રવિવાર રાત્રે એક નિવેદનમાં હસ્તાક્ષર કરવાની ઘોષણા કરી જેમાં કોવિડ-19 રાહત અંગે વાત કરી હતી, આ બિલમાં 2000 ડોલરનાં બદલે માત્ર મોટાભાંગનાં અમેરિકન નાગરિકોને 600 ડોલરની રાહત આપી છે, અત્રે ઉલ્લેખનિય છે કે રિપબ્લિકન પાર્ટીએ કોંગ્રેસ પાસે માંગણી કરી કે આ રાહતની રકમને 2 હજાર ડોલર કરવામાં આવે.
નિવેદનમાં ટ્ર્મ્પે કહ્યું હું કોવિડ-19 રાહત બિલ પર એક મજબુત સંદેશ સાથે હસ્તાક્ષર કરીશ, જે કોંગ્રેસને સ્પષ્ટ કરે છે કે બેકાર વસ્તુંઓને દુર કરવી જરૂરી છે, જો કે પ્રમુખે ભાર દઇને કહ્યું કે તે કોંગ્રેસને નવું સંસ્કરણ મોકલશે, કે જે બચાવ પ્રક્રિયા હેઠળ હટાવવામાં આવશે, જો કે હસ્તાક્ષર કરાયેલા બિલમાં પરિવર્તન કરી શકાય નહીં.
આ પહેલા ટ્ર્મ્પે કોવિડ-19 રાહત બિલ પર હસ્તાક્ષર કરવાનો ઇન્કાર કરતા કહ્યું હતું કે મોટાભાગનાં અમેરિકનો માટે 600 ડોલરની સહાય પુરતી નથી, અને તેમણે કોંગ્રેસને આ રકમ વધારીને 2000 ડોલર કરવા માટે કહ્યું.
ટ્રમ્પે મંગળવારે કહ્યું કે આ બિલથી વિદેશોમાં વધુ ધન વિદેશ પહોંચશે, પરંતું અમેરિકનોને પુરતી રકમ નહીં મળે, તેમણે કહ્યું કેટલાક મહિના પહેલા કોંગ્રેસે અમેરિકાનાં લોકોને તાત્કાલિક મદદ પહોંચાડવા માટે એક રાહત પેકેજ અંગે વાતચીત શરૂ કરી હતી, જો કે હવે જે બિલને મારી પાસે મોકલવાની તૈયારી કરી રહ્યા છે, તે અપેક્ષાથી ઘણું અલગ છે, તે વાસ્તવમાં એક અપમાન છે.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ અસ્મિતા ન્યુઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.